Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternational‘સીમા હૈદરને પાકિસ્તાન મોકલો નહીં તો...’: બલુચ ડાકુઓની ધમકી

‘સીમા હૈદરને પાકિસ્તાન મોકલો નહીં તો…’: બલુચ ડાકુઓની ધમકી

પેશાવરઃ ભારતીય હિન્દુ યુવક અને પાકિસ્તાની મહિલા વચ્ચેની પબ્જી લવસ્ટોરીએ નવો વળાંક લીધો છે. સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા તેનાં ભારતમાંના ઈન્ટરનેટ બોયફ્રેન્ડને મળવા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ એને જામીન પર છોડવામાં આવી છે.

આ કેસે નવો વળાંક લીધો છે. પાકિસ્તાનમાંના બલુચ ડાકુઓના એક જૂથે એક રેકોર્ડેડ વિડિયો દ્વારા ધમકી આપી છે કે સીમા હૈદરને જો પાકિસ્તાન પાછી મોકલવામાં નહીં આવે તો તેઓ રક્તપાત સર્જશે. તેઓ પાકિસ્તાનમાં રહેતી હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર કરશે અને એમને મારી નાખશે.

સીમા હૈદર પાકિસ્તાનની છે. એ ત્યાં જ પરણી હતી અને એને ચાર સંતાન છે. પરંતુ ઈન્ટરનેટ પર પબ્જી ઓનલાઈન ગેમિંગ એપ મારફત તે ગ્રેટર નોઈડાના વતની સચીનનાં પ્રેમમાં પડી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે આવ્યા બાદ એ સચીન સાથે રહેવા માંડી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular