Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalવિદેશપ્રધાન જયશંકરે મોઝામ્બિકમાં 'મેડ ઈન ઈન્ડિયા' ટ્રેનમાં સફર કરી

વિદેશપ્રધાન જયશંકરે મોઝામ્બિકમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રેનમાં સફર કરી

માપુતોઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલ પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકની ત્રણ દિવસની યાત્રા પર ગયા છે. ગઈ કાલે એમણે પાટનગર માપુતોથી મછાવા શહેર સુધી ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રેનમાં સફર કરી હતી. એમની સાથે મોઝામ્બિકના ટ્રાન્સપોર્ટ પ્રધાન માતેયુસ મગાલા પણ હતા. ભારતના કોઈ વિદેશ પ્રધાન આ પહેલી જ વાર મોઝામ્બિકની મુલાકાતે આવ્યા છે. જયશંકરે માપુતોમાં ભારતીય સમુદાયનાં લોકો સાથે વાતચીત કરી હતી અને શ્રી વિશ્વંભર મહાદેવ મંદિરમાં જઈને દર્શન પણ કર્યા હતા.

(તસવીર સૌજન્યઃ @DrSJaishankar)

મોઝામ્બિકમાં ટ્રેન નેટવર્ક, ઈલેક્ટ્રિક મોબિલિટી અને વોટરવેઝ કનેક્ટિવિટી ક્ષેત્રોમાં વિસ્તરણ માટે ભારત મદદ કરે છે. મોઝામ્બિકની આ યોજનાઓ પાર પાડવા માટે ભારત ભાગીદાર બન્યું છે. તે ભાગીદારી અંતર્ગત જ ભારતે માપુતો અને મચાવા વચ્ચે ટ્રેન બનાવી આપી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular