Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalયૂક્રેન પર રશિયાનો બોમ્બમારો: 7નાં મરણ, 9-ઘાયલ

યૂક્રેન પર રશિયાનો બોમ્બમારો: 7નાં મરણ, 9-ઘાયલ

કીવ (યૂક્રેન): યૂક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે રશિયાના લશ્કરે કરેલા બોમ્બમારામાં તેમના દેશના ઓછામાં ઓછા સાત જણ માર્યા ગયા છે અને બીજાં 9 જણ ઘાયલ થયા છે. યૂક્રેનના સશસ્ત્ર દળોના પ્રમુખ વડા લેફ્ટેનન્ટ જનરલ વેલેરી ઝેલુસ્નીએ કહ્યું છે કે અમે અમારી ભૂમિ પર જ રહીશું અને એમને શરણે નહીં થઈએ.

રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયન લશ્કરે યૂક્રેનના હવાઈ મથકો, હવાઈ સંરક્ષણોનો નાશ કર્યો છે. યૂક્રેને એવો દાવો કર્યો છે કે તેના સશસ્ત્ર દળોએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં, દેશના પૂર્વ ભાગમાં, રશિયાના પાંચ વિમાન અને એક હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular