Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalરશિયા પાસે માત્ર 10 દિવસનો ગોળા-બારુદ બચ્યોઃ US કમાન્ડર

રશિયા પાસે માત્ર 10 દિવસનો ગોળા-બારુદ બચ્યોઃ US કમાન્ડર

યાવોરિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો 20મો દિવસ છે. આ 20 દિવસોમાં યુક્રેનનાં અલગ-અલગ શહેરો પર રશિયાના સતત હુમલા જારી છે. રશિયાની પાસે હવે માત્ર 10 દિવસ ચાલે એટલો ગોળા-બારુદ જ બચ્યો છે, એવો દાવો યુરોપના અમેરિકી સેનાના ભૂતપૂર્વ કમાન્ડર બેન હોજેસે દાવો કર્યો છે. રશિયાની પાસે ગોળા-બારુદ અને સૈન્યશક્તિ ખતમ થઈ રહી છે. એટલે રશિયાના સૈનિકો દ્વારા સંસાધનોની કમીને કારણે યુક્રેન પર હુમલા રોકવા માટે મજબૂર કરવામાં આવશે.

યુક્રેનના મોટા ભાગનાં શહેરોમાં ખાખમાં તબદિલ થઈ ગયાં છે. લોકો પરિવાર સાથે દેશ છોડી રહ્યા છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા આકરા પ્રતિબંધો છતાં રશિયાના યુક્રેન પર હુમલા અટકાવવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. જોકે નિષ્ણાતોના મતે રશિયન સેના પાસે યુદ્ધનાં સંસાધનો જલદી ખૂટી જશે.

દરમ્યાન યુરોપીય સંઘે ઘોષણા કરી હતી કે 27 દેશોના બ્લોકે યુક્રેન પર આક્રમણ માટે મોસ્કોને આકરી સજાના ભાગરૂપે પ્રતિબંધોનો એક નવા સેટને મંજૂરી આપી દીધી છે. આ પ્રતિબંધો રશિયાના અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોને લક્ષમાં રાખીને કરવામાં આવેલા ચોથા પેકેજના રૂપમાં છે, જેને ફ્રાંસની અધ્યક્ષતામાં મંજૂરી આપવામાં આવી છે. ગયા સપ્તાહે બ્લોકના રાષ્ટ્રોએ 160 વ્યક્તિઓ પર અને સમુદ્ર માર્ગે નિકાસ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ ઉપરાંત રેડિયો કોમ્યુનિકેશન ટેક્નોલોજી પર પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular