Monday, July 7, 2025
Google search engine
HomeNewsInternationalપાર્કિંગ ફીની 20,000 કરોડની વાર્ષિક આવકઃ નફામાં લંડન કાઉન્સિલ મોખરે

પાર્કિંગ ફીની 20,000 કરોડની વાર્ષિક આવકઃ નફામાં લંડન કાઉન્સિલ મોખરે

લંડનઃ સામાન્ય રીતે પાર્કિંગ ફીની વાર્ષિક આવક કેટલી અંદાજી શકાય. UKમાં એક વર્ષની વાહન પાર્કિંગ થકીની કમાણી રૂ. 20,000 કરોડ થાય છે. આ રકમ ખરેખર તો પૂરા ઉદ્યોગની કમાણીના બરાબર છે. યુકેમાં લંડન કાઉન્સિલ્સ નફાની દ્રષ્ટિ સૌથી વધુ વાર્ષિક કમાણી કરે છે.

ઇંગ્લેન્ડમાં સ્થાનિક અધિકારીઓએ વર્ષ 2022-23માં પાર્કિંગ ફી, પરમિટ, દંડ અને કાર પાર્કના ભાડા સ્વરૂપે 1.95 અબજ પાઉન્ડ (આશરે રૂ. 20,000 કરોડ)ની ચુકવણી કરી છે. ડ્રાઇવરોએ કાઉન્સિલ પર વધુ ફી વસૂલવાનો આરોપ લગાવ્યો છે, એમ ધ મેટ્રો ન્યૂઝનો અહેવાલ કહે છે.

કલાકદીઠ છ પાઉન્ડ (રૂ. 605) લેખે પાર્કિંગનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જે કોરોના રોગચાળા પૂર્વેના મહત્તમ સ્તરે પહોંચી ગયો છે, આમાં ક્લીન એરઝોન્સ સહિત અન્ય ચાર્જ ઉમેરવામાં નથી આવ્યા.

લંડનમાં સૌથી મોંઘું પાર્કિગ સ્થળ હેમરસ્મિથ, ફુલહેમ, કેન્સિગ્સટન અને ચેલ્સી છે, જયાં કાઉન્સિલે કલાકદીઠ છ પાઉન્ડનો ચાર્જ વસૂલીને 41 મિલિયન પાઉન્ડનો નફો રળ્યો હતો. UKના રહેવાસીઓ આટલો અધધધ પાર્કિંગ ચાર્જ હોવાથી જાહેર ટ્રાન્સપોર્ટેશનનો વિકલ્પ પસંદ કરવા મજબૂર થવું પડ્યું છે.

અર્લ્સ કોર્ટમાં રહેતા ચાર્લી નીલે જણાવ્યું હતું કે પાર્કિંગનો વધુપડતો ચાર્જ હોવાથી તેમને જાહેર સાધનો (પબ્લિક ટ્રાન્સપોર્ટ)નો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે હું કાર પાર્ક કરું છું, ત્યારે એ પાર્કિંગનું ભાડું 100 ટકા વધી જાય છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular