Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalઝઘડાખોર ભારતીય-પ્રવાસીને કારણે વિમાનનું ઈમરજન્સી-લેન્ડિંગ કરવું પડ્યું

ઝઘડાખોર ભારતીય-પ્રવાસીને કારણે વિમાનનું ઈમરજન્સી-લેન્ડિંગ કરવું પડ્યું

સોફિયા (બલ્ગેરિયા): ઘાનાથી પેરિસ થઈને નવી દિલ્હી જતા એર ફ્રાન્સની એક ફ્લાઈટમાં એક ભારતીય પ્રવાસીએ એટલો બધો ઝઘડો કર્યો અને ઉત્પાત મચાવ્યો હતો કે વિમાનનું બલ્ગેરિયાના પાટનગર સોફિયા શહેરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની પાઈલટને ફરજ પડી હતી. તે ભારતીય નાગરિક બીજાઓ સાથે ઉદ્ધત રીતે વર્ત્યો હતો, ક્રૂ સભ્યો પર હુમલો કર્યો હતો અને કોકપિટના દરવાજાને લાત મારી હતી. વિમાન સફર પર હતું એ વખતે તેની સલામતીને જોખમમાં મૂકવાનો એની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જો એ કસુરવાર ઠરશે તો એને પાંચથી લઈને દસ વર્ષ સુધીની જેલની સજા થશે. સોફિયા શહેરમાંની ભારતીય દૂતાવાસે પણ આ બનાવને સમર્થન આપ્યું છે.

ભારતીય નાગરિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એને 72 કલાક માટે અટકમાં લેવામાં આવ્યો છે. ભારતીયને અટકમાં લેવાયા બાદ વિમાનને તેની આગળની સફર પર રવાના કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular