Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalઇક્વાડોરની છ જેલોમાં કેદીઓએ 57 ગાર્ડ, પોલીસને બંધક બનાવ્યા

ઇક્વાડોરની છ જેલોમાં કેદીઓએ 57 ગાર્ડ, પોલીસને બંધક બનાવ્યા

ક્યુટોઃ ઇક્વાડોરની રાજધાની ક્યુટો રાત્રિ દરમ્યાન ત્રણ ગ્રેનેડ અને બે કારબોમ્બના હુમલાઓથી હચમચી ઊઠી હતી. એના કેટલાક કલાકો પછી ગુરુવારે છ જેલોમાં કેદીઓએ 57 જેલ ગાર્ડો અને પોલીસ અધિકારીઓને બંધક બનાવી લીધા હતા. આ હુમલાએ સંગઠિત ગુનાની ગેન્ગો દ્વારા શક્તિનું એક સ્પષ્ટ પ્રદર્શન હતું. જોકે જેલોમાં વિદ્રોહના એક દિવસ પહેલાં જેલોમાથી હથિયારોને જપ્ત કરવા માટે પોલીસ કાર્યવાહીનો જવાબ માનવામાં આવે છે.

અહીં થયેલા કારબોમ્બોએ હિંસાગ્રસ્ત દેશના  SNAI જેલ સત્તાવાળાને નિશાન બનાવ્યા હતા. એક વિસ્ફોટ એના વડા મથકની બહાર થયો અને બીજો એ ઇમારતમાં થયો, જેમાં પહેલાં SNAI જેલ ઓફિસ હતી.  કેટલાક કલાકો પછી SNAIએ કહ્યું હતું કે દેશભરમાં છ જેલોમાં કેદી 50 જેલના ગાર્ડ અને સાત પોલીસ અધિકારીઓને બંધક બનાવવામાં સફળ રહ્યા હતા. એક સંવાદદાતા સંમેલનમાં આંતરિક મંત્રી જુઆન જપાટાએ કહ્યું હતું કે અમે અધિકારીઓની સુરક્ષાને લઈને ચિંતિત છીએ.

પોલીસના એન્ટિ-ડ્રગ્સ ઇન્વેસ્ટિગેશનના પ્રમુખ જનરલ પાબ્લો રામિરેઝે કહ્યું હતું કે એક સેડાન, ફ્યુઅલની સાથે બે ગેસ સિલિન્ડર, એક ફ્યુઝ અને ડાઇનામાઇટથી ભરેલી હતી. જ્યારે ફાયરફાઇટર્સે કહ્યું હતું કે કોઈ જાનહાનિ નથી થઈ. શહેરના મેયર પાબેલ મુનોઝે કહ્યું હતું કે રાત્રે શહેરમાં ત્રણ ગ્રેનેડ વિસ્ફોટ પણ થયા હતા. જોકે રામિરેઝના અનુસાર એક વિસ્ફોટકના સ્થળની પાસે એક કોલંબિયન નાગરિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular