Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalરાષ્ટ્રપતિ કોવિંદ બંગલાદેશના ‘વિજય-દિવસ’ સમારોહમાં સામેલ થશે

રાષ્ટ્રપતિ કોવિંદ બંગલાદેશના ‘વિજય-દિવસ’ સમારોહમાં સામેલ થશે

ઢાકાઃ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 16 ડિસેમ્બરે બંગલાદેશમાં ‘વિજય દિવસ’ની ઉજવણીમાં સામેલ થશે. તેઓ અન્ય કાર્યક્રમોમાં પણ સામેલ થશે. બંગલાદેશી સમકક્ષ અબ્દુલ હામિદે રાષ્ટ્રપતિને આ નિમંત્રણ પાઠવ્યું હતું. વિદેશપ્રધાન ડો. એ. કે. અબ્દુલ મોમેને રાષ્ટ્રપતિના બંગલાદેશ પ્રવાસની પુષ્ટિ કરી હતી.

દેશના 14મા રાષ્ટ્રપતિ કોવિંદની બંગલાદેશની આ સૌપ્રથમ યાત્રા હશે. તેમણે 25 જુલાઈ, 2017એ શપથ લીધા હતા. બંગલાદેશ એની આઝાદીની સુવર્ણ જયંતી અને રાષ્ટ્રપિતા ‘બંગબંધુ’ શેખ મુજિબુર રહેમાનની જન્મ શતાબ્દી ઊજવી રહ્યું છે.

ભારતે છઠ્ઠી ડિસેમ્બર, 1971માં બંગલાદેશને માન્યતા આપી હતી, જેથી બંને દેશોએ છઠ્ઠી ડિસેમ્બરે ‘મૈત્રી દિવસ’ ઊજવવાનો નિર્ણય લીધો છે. ભારત અને બંગલાદેશ- બંને દેશો માટે છઠ્ઠી ડિસેમ્બર અને 16 ડિસેમ્બરે ‘મૈત્રી દિવસ’ અને  ‘વિજય દિવસ’  હોવાથી આગામી બે મહિના બે મોટાં આયોજનોએ ઉચ્ચ સ્તરીય આયોજનો માટે મળીને કામ કરી રહ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

આ પહેલાં 26-27 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગલાદેશની આઝાદીની સુવર્ણ જયંતીએ, રહેમાનની જન્મ શતાબ્દી અને ભારત અને બંગલાદેશની વચ્ચે રાજકીય સંબંધોને 50 વર્ષ પૂરાં થવાના અવસરે બંગલાદેશની યાત્રા કરી હતી.

બંગલાદેશ પણ ભૂટાન પાસે ઉચ્ચ સ્તરીય ભાગીદારીની અપેક્ષા કરી રહ્યું છે. ભારત અને બંગલાદેશની વચ્ચે 50 વર્ષની ભાગીદારીનું પ્રતીક છે, જે બંને દેશોના દ્વિપક્ષી સંબંધો માટે માટે એક મોડલના રૂપમાં મજબૂત, પરિપક્વ વિકસિત થયા છે, જેને બંને દેશોએ માન્યતા આપી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular