Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalગર્ભવતી ભારતીય-મહિલાનું મરણ: પોર્ટુગલનાં મહિલા આરોગ્યપ્રધાનનું રાજીનામું

ગર્ભવતી ભારતીય-મહિલાનું મરણ: પોર્ટુગલનાં મહિલા આરોગ્યપ્રધાનનું રાજીનામું

લિસ્બનઃ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડતી વખતે એક ભારતીય ગર્ભવતી મહિલાનું દુઃખદ રીતે
અવસાન થયા બાદ પોર્ટુગલનાં મહિલા આરોગ્ય પ્રધાન માર્ટા ટેમીડોએ એમનાં હોદ્દા પરથી રાજીનામું આપ્યું
છે. આ બનાવમાં તપાસ કરવાનો સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે.

૩૪-વર્ષીય ભારતીય ગર્ભવતી મહિલાને સેન્ટા મારિયા શહેરની હોસ્પિટલમાંથી લિસ્બનની હોસ્પિટલમાં એક
એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી રહી હતી ત્યારે હ્રદય બંધ પડી જવાથી એનું મરણ નિપજ્યું હતું.
સેન્ટા મારિયાની હોસ્પિટલમાં નીઓનેટોલોજી સૈવા ઉપલબ્ધ ન હોવાથી એને લિસ્બનની હોસ્પિટલમાં લઈ
જવામાં આવી રહી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular