Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં 2024ના જાન્યુઆરીના આખરી સપ્તાહમાં યોજાશે સંસદીય ચૂંટણી

પાકિસ્તાનમાં 2024ના જાન્યુઆરીના આખરી સપ્તાહમાં યોજાશે સંસદીય ચૂંટણી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે દેશમાં સંસદીય ચૂંટણી આવતા વર્ષના જાન્યુઆરીના આખરી સપ્તાહમાં યોજાશે. એક નિવેદનમાં પંચે કહ્યું છે કે મતવિસ્તારોના સીમાંકન કામગીરીની સમીક્ષા કરી છે અને મતવિસ્તારોના સીમાંકન માટેની પ્રારંભિક યાદી 27 સપ્ટેમ્બરે અને આખરી યાદી 30 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય ધારાસભા (ભારતની લોકસભા)નું વિસર્જન કરાયાના 90 દિવસની અંતર નવેસરથી સંસદીય ચૂંટણી યોજવાનું નિર્ધારિત હોય છે. રાષ્ટ્રીય ધારાસભાનું આ વખતે મુદત કરતાં વહેલી, એટલે કે ગઈ 9 ઓગસ્ટે વિસર્જન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular