Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalલાદેનને મારવામાં આ પાકિસ્તાની ડોક્ટરે મદદ તો કરી, પણ...

લાદેનને મારવામાં આ પાકિસ્તાની ડોક્ટરે મદદ તો કરી, પણ…

કરાંચીઃ આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવામાં અમેરિકાની મદદ કરવાવાળો ડોક્ટર જેલમાં ભૂખ હડતાળ પર બેઠો છે. આફ્રિદીના નકલી ટીકાકરણ કાર્યક્રમથી અમેરિકાને વર્ષ 2011માં લાદેનને મારવામાં મદદ મળી હતી. ત્યાર બાદ શકિલ જેલમાં છે. આફ્રિદીના ભાઈ જમિલ આફ્રિદીએ મધ્ય પંજાબ પ્રાંતની જેલમાં આફ્રિદીને મળ્યા પછી એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું શકિલ પોતાના અને પોતાના પરિવારની સાથે થઈ રહેલા અન્યાય અને અમાનવીય વલણનો વિરોધ કરી રહ્યો છે.

આતંકવાદીઓથી સંબંધ રાખવા બદલ જેલ

આફ્રિદીના વકીલ કમર નદીમે પણ ભૂખ હડતાળની પુષ્ટિ કરી છે. આંતકવાદીઓથી સંબંધ રાખવાના ગુનામાં મે, 2012માં આફ્રિદીને 33 વર્ષ માટે જેલમાં નાખી દીધો છે. તેણે હંમેશાં આ આરોપો નકાર્યા હતા, ત્યાર બાદ સજામાં 10 વર્ષ ઓછા કરી દેવામાં આવ્યા.

બદલા લેવા માટે કાર્યવાહીઃ અમેરિકી સંસદસભ્ય

કેટલાક અમેરિકન સંસદસભ્યોનું માનવું છે કે આફ્રિદીએ લાદેનને મારવામાં મદદ કરી હતી. તેનાથી બદલો લેવા માટે આતંકવાદીઓથી સંબંધ રાખવાનો આરોપ લગાડવામાં આવ્યો અને સજા કરવામાં આવી. 2011માં લાદેનની હત્યા પાકિસ્તાને  અને વિશેષરૂપે તેમની સેના માટે શરમજનક બાબાત ગણાય. વર્ષોથી આફ્રિદીને તેના વકીલથી મળવાની અનુમતિ નથી. તેમના પરિવારે પણ વર્ષોથી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવાની ફરિયાદ કરી છે.

ટ્રમ્પના નિવેદને પાકિસ્તાનમાં તરખાટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી સભા દરમ્યાન કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનને આફ્રિદીને છોડવા માટે કહેશે પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે આ વિશે મૌન સાધી લીધું. ટ્રમ્પે આ નિવેદને પાકિસ્તાનમાં હડકંપ મચાવ્યો હતો. દેશના એ વખતના ગૃહપ્રધાને કહ્યું હતું કે આફ્રિદીના ભવિષ્યનો નિર્ણય પાકિસ્તાની સરકાર કરશે, ટ્રમ્પ નહીં.

NGO પર લાલ આંખ

હાલના વર્ષોમાં પાકિસ્તાની અધિકારીઓએ બિનલાભકારી સંસ્થાઓ(NGOs) પર લાલ આંખ કરતાં તેમને દેશ છોડીને જવા મજબૂર કરી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આફ્રિદીનો મામલો સામે આવ્યા પછી પાકિસ્તાનને જાસૂસીના ડરે આ પગલું ભર્યું છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular