Wednesday, August 6, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં મહિલા દિવસે જ 'ઔરત માર્ચ’ પર હુમલો 

પાકિસ્તાનમાં મહિલા દિવસે જ ‘ઔરત માર્ચ’ પર હુમલો 

ઇસ્લામાબાદઃ આંતરાષ્ટ્રીય મહિલા દિવસે ‘ઔરત માર્ચ’ પર મુસ્લિમ કટ્ટરપંથીઓએ લાકડી-ડંડાઓ, પથ્થરો અને જૂતાથી હુમલો કર્યો હતો, જેમાં કેટલાક લોકોને ઇજા થઈ હતી. મહિલા સંગઠનો, માનવાધિકાર સંગઠનો અને લૈંગિક અલ્પસંખ્યકો દ્વારા ન્યાય અને ઇન્સાફની માગ સાથે કાઢેલા ઔરત માર્ચની વિરુદ્ધ કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. આ માર્ચ પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે હાલ ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં અરજી પણ આપવામાં આવી છે. માર્ચમાં લગાવવામાં આવેલાં સૂત્રોને બિનઇસ્લામી કહીને એનો વિરોધ કરવામાં આવ્યો હતો. અશ્લીલતાનો પણ આરોપ લગાડવામાં આવ્યો હતો, જોકે એને સાબિત નથી કરી શકાયો. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

કેટલાંય શહેરોમાં ‘ઔરત માર્ચ’

પાકિસ્તાનના કેટલાંય શહેરોમાં મહિલા દિવસના પ્રસંગે ઔરત માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામેલ લોકોએ મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં મૌલિક અધિકારોની માગ કરી હતી. જોકે કટ્ટરવાદીઓ એનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પહેલી વાર 2018માં ‘ઔરત માર્ચ કાઢવામાં આવી હતી.

હમ ઔરતે નામના સંગઠન દ્વારા આયોજિત આ માર્ચ લાહોર, મુલતાન, ફેસલાબાદ અને લરકાના સહિત એન્ય શહેરોમાં પણ કાઢવામાં આવી હતી.

આ વર્ષે કરાચી, ઇસ્લામાબાદ, લાહોર, મુલતાન અને ક્વેટા જેવાં શહેરોમાં ‘ઔરત માર્ચ’ કાઢવામાં આવી હતી.  હાથોમાં તખતીઓ લઈને લોકો મહિલાઓની આઝાદીની માગ કરી રહ્યા હતા. ઇસ્લામાબાદના જિલ્લા ઉપાયુક્ત હમજા શફકાતે જણાવ્યું હતું કે લાલા મસ્જિદ બ્રિગ્રેડની અનેક મહિલાઓ અને પુરુષોએ ઔરત માર્ચને સમાંતર રેલી કાઢી હતી. જેમાં કેટલાંક સ્થાનિક આતંકી જૂથો પણ સામેલ હતાં.

મહિલાઓએ રેલી કાઢી અને ઇસ્લામી કાનૂન અનુસાર મહિલાઓને સંપત્તિમાં હક આપવાની માગ ઉઠાવી છે. જમાતે ઇસ્લામીના નેતા મૌલાના સિરાજુલ હકે કહ્યું કે ઔરત માર્ચની કેટચલીક વાતોથી તેઓ સહમત નથી, પણ એનો તેઓ વિરોધ પણ નહીં કરે, પણ સમર્થન કરશે

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular