Monday, July 14, 2025
Google search engine
HomeNewsInternationalભારત સાથે યુદ્ધ કરવાની પાકિસ્તાનની તાકાત જ નથીઃ ભૂતપૂર્વ પાક લશ્કરી વડાની...

ભારત સાથે યુદ્ધ કરવાની પાકિસ્તાનની તાકાત જ નથીઃ ભૂતપૂર્વ પાક લશ્કરી વડાની કબૂલાત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ પોતે જ કબૂલાત કરી છે કે પાકિસ્તાનની આર્થિક હાલત હાલ અત્યંત ખરાબ છે. દેશ પાસે પૈસા નથી. દારૂગોળો, શસ્ત્રો ખરીદવા માટે પાકિસ્તાન પાસે પૈસા નથી. વ્યાપારમાં પણ ભારત કરતાં પાકિસ્તાન ઘણું પાછળ છે. આ બધા કારણોને લીધે ભારત સાથે યુદ્ધ કરવાની પાકિસ્તાનમાં ક્ષમતા જ નથી.

જનરલ બાજવા અમુક દિવસો પૂર્વે બ્રિટનસ્થિત પાકિસ્તાની મિડિયા ‘UK44’ના બે વરિષ્ઠ પત્રકાર – હમીદ મીર અને નસીમ જહરાના શોમાં ઉપસ્થિત રહ્યા હતા. એ વખતે એમને સવાલ પૂછતાં એમણે ઉપર મુજબ કબૂલાત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular