Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકા, બ્રિટનમાં ઓમિક્રોનના કેસો પિક પહોંચીને ઝડપથી ઘટશે

અમેરિકા, બ્રિટનમાં ઓમિક્રોનના કેસો પિક પહોંચીને ઝડપથી ઘટશે

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના પ્રવેશ સાથે રોગચાળાના કેસોમાં અચાનક ખાસ્સો વધારો થયો છે. ઓમિક્રોનની લહેર બ્રિટનમાં અને અમેરિકામાં હાલ પીક પર પહોંચી હોવાની શક્યતા છે, જે પછી એમાં નાટ્યાત્મક રીતે ઘટાડો થતો જશે, એમ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ વાર નવો વેરિયેન્ટ મળ્યાના દોઢ મહિનામાં એ વધુ ને વધુ લોકોને સંક્રમિત કરવામાં સાબિત થયો હતો અને હવે એ પછી એનાથી વધુ લોકોને સંક્રમિત થવાની સંભાવના ખતમ થઈ ગઈ છે, એમ તેમણે કહ્યું હતું. જે રીતે ઓમિક્રોન લોકોમાં ઝડપથી પ્રસર્યો હતો, એ જ રીતે એ ઝડપથી નીચે આવવાનો છે, એમ સિયેટલના યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના હેલ્થ મેટ્રિક્સ સાયન્સિસના પ્રોફેસર અલી મોકદાદે કહ્યું હતું.

જોકે નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી હતી કે આ વિશે હજી ઘણુંબધું અનિશ્ચિત છે, કેમ કે રોગચાળાનો આગામી તબક્કો કેવો રહેશે એ કહેવું મુશ્કેલ છે. બંને દેશોમાં કોરોના કેસો બેકાબૂ છે અને કાબૂમાં નથી થઈ રહ્યા. હજી પણ ઘણા લાંબા સમયથી દર્દીઓ હોસ્પિટલોથી ઊભરાઈ રહી છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રભાવી મોડલનું કહેવું છે કે અમેરિકામાં દૈનિક કેસો 19 જાન્યુઆરી સુધીમાં 1.20 કરોડ થઈ જશે, પણ પછી એમાં ઝડપથી ઘટાડો થશે. વાસ્તવમાં અમેરિકામાં જે લોકોએ કોરોનાનું ક્યારેય પરીક્ષણ નથી કરાવ્યું, એની સંખ્યા પણ છઠ્ઠી જાન્યુઆરીએ 60 લાખે પહોંચી છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular