Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalરસી નહીં, નોકરી નહીં: ફિજીએ રસી ફરજિયાત કરી

રસી નહીં, નોકરી નહીં: ફિજીએ રસી ફરજિયાત કરી

સુવાઃ ફિજીએ બધા શ્રમિકો માટે કોરોના વાઇરસની રસી ફરજિયાત કરી છે, કેમ કે એ ડેલ્ટા વેરિયેન્ટના પ્રકારથી લડવામાં સક્ષમ છે. વડા પ્રધાન બેનીમારામાએ એક સંદેશમાં કહ્યું હતું કે રસી નહીં તો નોકરી પણ નહીં. તેમણે આદેશ કરતાં કહ્યું હતું કે દક્ષિણ પ્રશાંતના આ દેશમાં બધા 9,30,000 સરકારી કર્મચારીઓએ 15 ઓગસ્ટ સુધી કોરોનાની રસી ફરજિયાત લઈ લેવાની રહેશે, અન્યથા તેમણે રજા પર ઊતરી જવું પડશે. આ ઉપરાંત પહેલી નવેમ્બર સુધી રસીનો બીજો ડોઝ નહીં લઈ લે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ પહેલી ઓગસ્ટ સુધી લઈ લેવાનો રહેશે અને જોકોઈ એમાં નિષ્ફળ રહેશે તો તેમને વ્યક્તિગત ભારે દંડ ભરવાનો રહેશે અને કંપનીને પણ બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી.

વડા પ્રધાને ગુરુવારે મોડી રાતના એક રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું હતું કે રસી નહીં તો નોકરી નહીં –એ એક વિજ્ઞાન છે, જે અમને બતાવે છે કે રસી એ સુરક્ષિત છે અને એ સરકારની નીતિ છે અને એને કાયદાના માધ્યમથી લાગુ કરવામાં આવે છે.

સ્થાનિક લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતાં હાલમાં કોરોના કેસોમાં ભારે વધારો થયો હતો, જેથી સરકારની હતાશાને લીધે રસી ફરજિયાત કરવાનું પગલું ભર્યું હતું, કેમ કે એપ્રિલ સુધી અહીં કોઈ સામૂહિક કોરોનાના કેસ નહોતા નોંધાયા. તેમણે કહ્યું હતું કે જેમણે માસ્ક નથી પહેર્યો, સામાજિક પ્રસંગોમાં ભાગ લીધો છે અને અન્ય આદેશોનું પાલન નથી કર્યું, તેમને માટે તત્કાળ સ્થળ પર દંડનો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular