Tuesday, July 29, 2025
Google search engine
HomeNewsInternationalનિજ્જરની હત્યામાં PM મોદી કે વિદેશપ્રધાન વિરુદ્ધ પુરાવા નહીં: કેનેડા

નિજ્જરની હત્યામાં PM મોદી કે વિદેશપ્રધાન વિરુદ્ધ પુરાવા નહીં: કેનેડા

નવી દિલ્હીઃ કેનેડા સરકાર ફરી એક વાર ખુલ્લી પડી ગઈ છે. કેનેડા સરકારે કબૂલ કર્યું છે કે એની પાસે ભારતની વિરુદ્ધ ગુનાઇત કામગીરીમાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના PM નરેન્દ્ર મોદી અને ભારતના કોઈ ટોચના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી મળ્યા.

કેનેડાની સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું  કે PM નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની દેશમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી. આ સ્પષ્ટતા કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે નિજ્જરની હત્યાનું કથિત કાવતરું ઘડ્યું હતું, પરંતુ હવે કેનેડાની સરકારે આ આરોપોથી પોતાને દૂર રાખ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને આ આરોપો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ સંબંધમાં મિડિયા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટા અને શંકાસ્પદ છે.

અમે સામાન્ય રીતે મિડિયાના અહેવાલો પર ટિપ્પણી કરતા નથી. જોકે કેનેડાના સરકારી સ્ત્રોત દ્વારા અખબારને આપવામાં આવેલાં આવાં હાસ્યાસ્પદ નિવેદનોને તે જ તિરસ્કાર સાથે બરતરફ કરવા જોઈએ. અમારા પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું.

શું છે ખાલિસ્તાની નિજ્જર હત્યા કેસ?

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. જેની 18મી જૂન, 2023એ કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જોકે તે કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું હતું. NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે પણ સંબંધો હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular