Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalકાશ્મીર મુદ્દો ઉકેલવા મોદી સરકાર જરૂરીઃ ઇમરાન ખાન

કાશ્મીર મુદ્દો ઉકેલવા મોદી સરકાર જરૂરીઃ ઇમરાન ખાન

 ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દાનું સારી રીતે સમાધાન કરી શકે છે. તેઓ ઇચ્છે છે કે મોદી આગામી ચૂંટણી જીતે. ભારતમાં માત્ર દક્ષિણપંથી પાર્ટી જ કાશ્મીર મુદ્દો હલ કરી શકે છે. જ્યારે ભારત સરકારે પાંચ ઓગસ્ટ, 2019એ કાશ્મીર માટે મહત્ત્વનો નિર્ણય લીધો. ત્યારે બાદ તેમની સરકારે ભારતથી સંબંધો સુધારવાની નીતિને છોડી દીધી હતી, પણ ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા હજી પણ ભારતતી સંબંધ સુધારવા ઇચ્છે છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તેમની સરકારમાં વિદેશ નીતિ જનરલ બાજવા ચલાવી રહ્યા છે અથવા તમે?  તેમણે જણાવ્યું હતું કે તેઓ બોસ છે, પણ બાજવા ભારત પ્રત્યે નરમ નીતિ ઇચ્છતા છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાનથી નીકળતી સરહદ પર આતંકવાદને લઈને તનાવપૂર્ણ રહ્યા છે, પણ પાંચ ઓગસ્ટ, 2019ને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ બંને દેશોની વચ્ચે સંબંધ અને તનાવપૂર્ણ થઈ ગયા હતા.

પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોએ વડા પ્રધાન મોદી માટે કસાઈ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન માર્યો ગયો છે, પણ ગુજરાતનો કસાઈ જીવતો છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular