Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalMicrosoft વિશ્વભરમાં એનાં રિટેલ સ્ટોર્સ બંધ કરશે

Microsoft વિશ્વભરમાં એનાં રિટેલ સ્ટોર્સ બંધ કરશે

નવી દિલ્હીઃ ટેક્નોલોજી વર્લ્ડમાં દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે એક મોટી જાહેરાત કરી છે, જે બધાને ચોંકાવનારી છે. કંપનીએ જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં વિશ્વભરમાં પોતાના રિટેલ સ્ટોર્સને બંધ કરવાની છે. જોકે આ સ્ટોર્સને બંધ કર્યા પછી કંપનીની રિટેલ ટીમ મેમ્બર્સ કસ્ટમર સર્વિસ, સેલ્સ, ટ્રેનિંગ અને સપોર્ટ જેવી સર્વિસિસથી જોડાયેલા રહેશે. જોકે કંપને એ માહિતી શેર નહોતી કરી કે એ રિટેલ સ્ટોર્સ ક્યારથી બંધ થશે. આવો જાણીએ કે માઇક્રોસોફ્ટે આખરે રિટેલ સ્ટોર્સ બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

કંપની હવે ડિજિટલ સ્ટોર્સ પર ફોક્સ કરશે

માઇક્રોસોફ્ટે પોતાના ન્યૂઝરૂમ પર બધા રિટેલ સ્ટોર્સ બંધ કરવાની ઘોષણાની સાથે માહિતી આપી છે કે કંપની હવે ડિજિટલ સ્ટોર્સ પર ફોક્સ કરશે. કંપનીનું કહેવું છે કે કંપની માત્ર એ ચાર સ્ટોર્સને ખુલ્લા રાખશે, જેમાં હવે પ્રોડક્ટ્સનું વેચાણ નથી થતું અને એનો ઉપયોગ માત્ર એક્સપિરિયન્સ સેન્ટર તરીકે થાય છે. એની સાથે કંપનીનું કહેવું છે કે એ Microsoft.com પર પોતાના ડિજિટલ સ્ટોરફ્રંન્ટમાં રોકાણ કરવાનું જારી રાખશે. એની સાથે Xbox અને Windowsમાં જારી રહેશે. કંપની એક્ટિવ યુઝર્સની સંખ્યા 190 બજારોમાં દર મહિને 1.2 અબજથી વધુ છે. કંપની લંડન, NYC, સિડની અને રેડમન્ડ કેમ્પસ જેવાં સ્થાનો પર માઇક્રોસોફ્ટ એક્સપિરિન્સ સેન્ટર્સને સંચાલિત કરશે.

યુઝર્સને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે

કંપનીનું કહેવું છે કે રિટેલ સ્ટોર્સ પર મળતી બધી સુવિધાઓ યુઝર્સને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. કંપનીએ ન્યૂઝલેટરમાં એ પણ કહ્યું છે કે રિટેલ સ્ટોર્સની તુલનામાં અમારા ઓનલાઇન વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમારી ટીમ વર્ચ્યુઅલ તરીકે ગ્રાહકોને સારી સર્વિસ આપશે.

માઇક્રોસોફ્ટે પોતાના રિટેલ સ્ટોર્સને બંધ કરવાની જાહેરાતની સાથે એ પણ કહ્યું છે કે અમે એક એવી ટીમનું નિર્માણ કર્યું છે, જેમાં મલ્ટિટેલેન્ટેડ લોકો છે અને વિશ્વના કોઈ પણ ખૂણામાં કામ કરવા સક્ષમ છે.  અમારી ટીમમાં એવા લોકો છે જે 120થી વધુ ભાષાઓને જાણે છે અને આ ટીમ પહેલાં કરતાં વધુ મજબૂત છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular