Thursday, May 29, 2025
Google search engine
HomeNewsInternationalમિયાં માંશાનો દાવોઃ PM મોદી ઇસ્લામાબાદ જશે! 

મિયાં માંશાનો દાવોઃ PM મોદી ઇસ્લામાબાદ જશે! 

ઇસ્લામાબાદઃ વડા પ્રધાન મોદી એક મહિનામાં પાકિસ્તાનની મુલાકાત કરશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડદા પાછળ વાટાઘાટ જારી છે એવો ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પાકિસ્તાનના અબજપતિ બિઝનેસમેન અને નિશાંત ગ્રુપના વડા મિયાં માંસાએ મોટો દાવો કર્યો છે. તેમણે એ પણ કહ્યું છે કે કોઈ સ્થાયી શત્રુ નથી… અમારે ભારત સાથે કેટલીક બાબતોને ઠીક કરવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે 1965ના યુદ્ધના પહેલાં સુધી ભારતની સાથે પાકિસ્તાનનો 50 ટકા વેપાર થતો હતો. અમને શાંતિની જરૂર છે. ભારત પાસે સારી ટેક્નિક છે. અમારી પાસે ઘણી વસ્તુ છે, જે અમે ભારતને આપી શકીએ એમ છીએ, અમારે ત્યાં એટલી ગરીબી છે કે અમારે ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂર છે. તેમણે દાવો કર્યો હતો કે પહેલી રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં પાકિસ્તાને ભારતની સાથે શાંતિ રાખવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા નીતિથી જોડાયેલા એક અધિકારીએ પાકિસ્તાની ન્યૂઝપેપર ટ્રિબ્યુનને કહ્યું હતું કે અમે આગામી 100 વર્ષો સુધી ભારતની સાથે વેર નહીં કરીએ. તેણે એ પણ કહ્યું હતું કે નવી દિલ્હીમાં મોદી સરકારની સાથે મેળમિલાપની કોઈ સંભાવના નથી. વડા પ્રધાન ઇમરાન ખાન નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ શુક્રવારે લોન્ચ કરશે.

આ પહેલાં UAEએ પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે મિત્રતા કરાવવાના અનેક પ્રયાસ કર્યા હતા. વળી, આ પહેલાં પણ ભારત અને પાકિસ્તાનની સેનાઓ સીઝફાયરનો સખતાઈથી લાગુ કરવા સહમત થઈ હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular