Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalઅમુક કાનૂની મુદ્દાઓને લીધે માલ્યાની 'ઘરવાપસી' વિલંબમાં

અમુક કાનૂની મુદ્દાઓને લીધે માલ્યાની ‘ઘરવાપસી’ વિલંબમાં

લંડનઃ લિકર કિંગ અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનું ભારત પ્રત્યાર્પણ જલદી થવાની સંભાવના ઓછી છે, કેમ કે બ્રિટનની સરકારે કહ્યું છે કે તેના પ્રત્યાર્પણ પહેલાં અમુક કાનૂની મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાની જરૂર છે. આ પહેલાં અમુક હરખઘેલા મિડિયા અને સોશિયલ મિડિયા પર ન્યૂઝ વાઇરલ થયા હતા કે વિજય માલ્યાને ગમે એ ઘડીએ ભારતમાં લાવવામાં આવશે. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશને વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણના સમાચારોને હાલપૂરતા ફગાવી દીધા છે. અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે માલ્યાના હાલ ભારત પરત ફરવાની શક્યતા બહુ ઓછી છે. આ પહેલાં બુધવાર રાતે વિજય માલ્યાની ઘરવાપસીના ન્યૂઝે હંગામો મચાવી દીધો હતો. કેટલીક ટીવી ચેનલોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે માલ્યા ભારતમાં આવવા માટે વિમાનમાં બેસી ચૂક્યો છે.

બ્રિટિશ હાઈ કમિશને નિવેદન આપ્યું

ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું છે કે જ્યાં સુધી કાનૂની કાર્યવાહીને પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી માલ્યાની ભારત પરત ફરવાની સંભાવના બહુ ઓછી છે. હાઈ કમિશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિજય માલ્યાના પ્રત્યાર્પણની સામેની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને બ્રિટનની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે એક ઔર કાનૂની મુદ્દો છે, જેને બિઝનેસમેન માલ્યાના પ્રત્યર્પણથી પહેલાં કરવાની આવશ્યકતા છે. યુનાઇટેડ કિંગડમના કાનૂન હેઠળ એના સમાધાન થવા સુધી પ્રત્યાર્પણ ના થઈ શકે.

સમય કેટલો લાગશે ખબર નહીં

અધિકારીએ કહ્યું હતું કે કેટલો સમય લાગશે, એ કંઈ કહી ના શકાય. આ મામલો ગુપ્ત છે અને અમે કોઈ પણ રીતની માહિતી આપી ના શકીએ. અમે અંદાજ પણ નથી લગાવી શકતા કે આ મુદ્દાને હલ કરવામાં કેટલો સમય લાગશે. અમે આ કેસનો જલદી નિવેડો લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

PAએ પણ માલ્યાના ન્યૂઝનું ખંડન કર્યું

માલ્યાની પર્સનલ એસિસ્ટન્ટે પણ બિઝનેસમેનના ભારત પાછા ફરવાના ન્યૂઝનું ખંડન કરતાં કહ્યું હતું કે તે આવી કોઈ ઘટનાક્રમથી અજાણ છે. તેણે કહ્યું હતું કે માલ્યાના ભારત પરત ફરવા વિશે મને કોઈ જાણકારી નથી.

માલ્યાના ખાનગી સચિવે સમાચારનું ખંડન કર્યું

ભારતીય બેન્કોના રૂ. 9000 કરોડ લઈને ફરાર થયેલા કિંગફિશરના માલિક વિજય માલ્યાએ પણ ભારત પરત ફરવાના ન્યૂઝનું ખંડન કર્યુ છે. વિજય માલ્યાના ખાનગી સચિવે પણ આ સમાચારો વિશે તેમની પાસે કોઈ માહિતી નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular