Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalઈટલીની સરકારે 3 મે સુધી લોકડાઉનમાં કર્યો વધારો

ઈટલીની સરકારે 3 મે સુધી લોકડાઉનમાં કર્યો વધારો

રોમઃ ઈટલીના વડાપ્રધાને દેશમાં સંક્રમણથી બગડતી પરિસ્થિતિને જોતા લોકડાઉનને 3 માર્ચ સુધી વધારી દીધું છે. ઈટલીમાં પહેલા લોકડાઉન 3 એપ્રીલ સુધી લાગૂ કરવામાં આવ્યું હતું. પછી આ લોકડાઉનને 13 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું હતું. હવે વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેએ આને 3 મે સુધી લંબાવી દીધું છે.

ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 147577 સુધી થઈ ગઈ છે. ગત કેટલાક દિવસોમાં ઈટલીમાં સંક્રમણના 3,951 જેટલા કેસો સામે આવ્યા છે. દેશમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં જ છે. ઈટલીમાં અત્યારસુધી 18,849 જેટલા લોકોના મોત થયા છે.

કોન્ટેએ એક પત્રકાર પરિષદમાં ઈટલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેએ કહ્યું કે અમે ત્રણ મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન તમામ લોકો પોતાના ઘરોમાં ક્વોરન્ટાઈન રહેશે. આ એક કઠણ અને જરુરી નિર્ણય છે કે જેના માટે હું પૂર્ણ રીતે રાજનૈતિક જવાબદારી લઉં છું. વડાપ્રધાન અનુસાર આ નિર્ણય મંત્રીઓ, વિશેષજ્ઞો, સ્થાનિય અધિકારીઓ અને ટ્રેડ યૂનિયનો સાથે કેટલીય બેઠકો બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેએ કહ્યું કે, અમે સતત સ્થિતિને વધારે સારી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે 3 મે પહેલા સ્થિતિ સુધરે છે તો તેઓ જરુરી નિર્ણય લેશે. વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકડાઉન દરમિયાન તમામ જરુરી સેવાઓ ચાલુ રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular