Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalઇરાન પર ઇઝરાયેલના જવાબી હુમલાથી ધણધણ્યું મધ્ય-પૂર્વ

ઇરાન પર ઇઝરાયેલના જવાબી હુમલાથી ધણધણ્યું મધ્ય-પૂર્વ

તેલ અવિવઃ ઇરાન પર ઇઝરાયેલના જવાબી હુમલાથી મિડલ ઇસ્ટમાં ખળભળાટ મચી ગયો છે. જેથી ગિન્નાયેલા ઇરાનના સુપ્રીમ નેતા આયાતોલ્લા ખોમિનીએ ઇઝરાયેલના દરેક હુમલાનો હિસાબ ચૂકતે કરવાની ધમકી આપી છે. એ દરમ્યાન અમેરિકાએ કહ્યું હતું કે ઇઝરાયેલ-ઇરાનનો હિસાબ હવે બરાબર થયો છે.

ઈઝરાયેલે રાજધાની તહેરાનમાં ઈરાની સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓના અવાજ આખા તહેરાનમાં સંભળાયા હતા. ઈઝરાયેલની સેનાએ આ હુમલાઓને જવાબી કાર્યવાહી ગણાવતાં કહ્યું હતું કે તે પોતાના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે કંઈ પણ કરશે.

આ હુમલાને લઈને ઈઝરાયેલનાં સંરક્ષણ દળો દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. આમાં, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઇરાની શાસન દ્વારા ઇઝરાયેલ પર મહિનાઓથી સતત હુમલાના જવાબમાં, ઇઝરાયેલી દળો ઇરાનમાં સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. ઈરાની શાસન અને તેના પ્રોક્સીઓ સાત ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે.

સેનાએ કહ્યું હતું કે ઈઝરાયેલ ઈરાનની ધરતી સહિત સાત મોરચે લડી રહ્યું છે. ઇઝરાયેલ રાજ્ય, વિશ્વના અન્ય સાર્વભૌમ દેશની જેમ, જવાબ આપવાનો અધિકાર અને ફરજ ધરાવે છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ રાજ્ય અને ઇઝરાયલના લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

ઈરાન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓને અમેરિકાએ તેને સ્વરક્ષણ ગણાવ્યું છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે ઈઝરાયેલે પહેલી ઓક્ટોબરે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલ દ્વારા આ હુમલો સ્વબચાવમાં કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકાએ આ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular