Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalઈઝરાયલનું મોટું પગલું: લશ્કર-એ-તૈબાને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું

ઈઝરાયલનું મોટું પગલું: લશ્કર-એ-તૈબાને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું

મુંબઈઃ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાઓની 15મી વરસી આવતા રવિવારે છે. તે પૂર્વે ઈઝરાયલ દેશે એક મોટું પગલું ભર્યું છે.  ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરનાર લશ્કર-એ-તૈબા સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું છે. 2008ની 26 નવેમ્બરની રાતે મુંબઈમાં 10 જગ્યાઓએ લશ્કર-એ-તૈબાના આતંકવાદીઓએ હુમલા કર્યા હતા. એમાં 238 વિદેશી નાગરિકો સહિત 166 જણના મરણ થયા હતા. તેમજ 300થી વધારે લોકો ઘાયલ થયા હતા.

ઈઝરાયલની ભારતસ્થિત દૂતાવાસ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારે અમને કોઈ વિનંતી કરી નથી, પણ અમે સ્વયં નિર્ણય લઈને લશ્કર-એ-તૈબાને ઘાતક અને નિંદનીય આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું છે જે સેંકડો ભારતીય નાગરિકો તેમજ અન્ય લોકોની હત્યા માટે જવાબદાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular