Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalબાઇડનની વર્ચ્યુઅલ સમીટમાં તાઇવાનને આમંત્રણ, ચીનને નહીં

બાઇડનની વર્ચ્યુઅલ સમીટમાં તાઇવાનને આમંત્રણ, ચીનને નહીં

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સમીટ ફોર ડેમોક્રસી માટે ભારત સહિત 110 દેશોને આમંત્રિત કર્યા છે. આ સમીટનું આયોજન 9-10 ડિસેમ્બરે થશે. આ સમીટમાં લોકશાહી વિશે વિચારવિમર્શ કરવામાં આવશે. આ સમીટની ચોરે ને ચૌટે ચર્ચા થઈ રહી છે, કેમ કે અમેરિકાએ આ સમીટમાં ચીનને આમંત્રિત નથી કર્યું. હજી હાલમાં બાઇડને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ સમીટની મજેદાર વાત એ છે કે સમીટમાં અમેરિકાએ તાઇવાને આમંત્રણ આપ્યું છે, જેનાથી ચીન સમસમી ગયું છે.

ચીન અમેરિકાની જેમ NATOનું સભ્ય છે, પણ ચીન બાઇડનની વર્ચ્યુઅલ સમીટમાંથી ગાયબ છે. આ સમીટમાં મધ્ય-પૂર્વના દેશોમાંથી માત્ર ઇઝરાયલ અને ઇરાક ભાગ લેશે. અમેરિકાએ પરંપરાગત રીતે આરબ સહયોગી દેશો-ઇજિપ્ત, સાઉદી અરેબિયા, જોર્ડન, કતાર અને યુનાઇટેડ આરબ અમિરાતને પણ આમંત્રિત નથી કર્યા

બાઇડને બ્રાઝિલને આમંત્રિત કર્યું છે. ભલે તેઓ રાષ્ટ્રપ્રમુખથી દૂર હોય-જેર બોલ્સોનારોની ટીકા કરવામાં આવી હતી, કેમ કે તેઓ ટ્રમ્પના મજબૂત ટેકેદાર છે. યુરોપમાં પોલેન્ડનો માનવાધિકાર રેકોર્ડને મુદ્દે યુરોપિયન યુનિયન સાથેના સતત તણાવ છતાં સમીટમાં આમંત્રિત કરવામાં આવ્યું હતું. આ સાથે કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વિક્ટર ઓરબાનના નેતૃત્વવાળા હંગેરીને સમીટમાં આમંત્રવામાં નથી આવ્યું.

આફ્રિકામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, દક્ષિણ આફ્રિકા, નાઇજિરિયા અને નાઇઝર યાદીમાં સામેલ છે. આ સમીટના મુખ્ય વિષયો છેઃ સત્તાવાદની સામે બચાવ, ભ્રષ્ટાચારની સામે લડાઈ અને માનવ અધિકારોનું સન્માન કરવું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular