Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalવિદેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવી શકાશે

વિદેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવી શકાશે

નવી દિલ્હીઃ દેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સની કાયદેસરતાને માર્ચ, 2020થી અત્યાર સુધી કેટલીય વાર વધારી દેવામાં આવી છે. આ જ ક્રમમાં વિદેશમાં રહેતા ભારતીયોના લાઇસન્સને લઈને સરકારે મોટો નિણય લીધો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP) જારી કરવાની સુવિધા માટે એક નોટિફેકેશન બહાર પાડ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે ભારત આવીને એને રિન્યુ કરાવવાની જરૂર નહીં પડે.

આ સંશોધન પછી ભારતીય નાગરિકો વિદેશોમાં ભારતીય એમ્બેસીમાં જઈને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકે છે, જ્યાં તેમના દ્વારા આ અરજી ભારતમાં વાહન પોર્ટલ પર જઈ શકાશે, જેને સંબંધિત નાગરિકના આરટીઓના રિન્યુઅલ પછી લાઇસન્સને એને જેતે દેશના આરટીઓને મોકલવામાં આવશે. જેની સાથે લાઇસન્સ રિન્યુ કરાવવા માટે હવે મેડિકલ અને કાયદેસરના વિસા ફરજિયાતનો નિયમ પણ દૂર કરવામાં આવ્યો છે.  

જો તમે વિદેશમાં રહો છો અને તમારે તમારું લાઇસન્સ રિન્યુ કરાવવાનું છે તો તમારે મેડિકલ કરાવવાની જરૂર નહીં રહે. આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ સંબંધિત આરટીઓ દ્વારા વિદેશમાં તમારા સરનામે નાગરિકને મોકલવામાં આવશે. જે નાગરિકની પાસે કાયદેસર ડ્રાઇવિંગ લાઇસન્સ છે, કેટલાક દેશો જે તમને વિસા એ દેશમાં પહોંચવા પર મળે છે અથવા છેલ્લી ઘડીએ આ પ્રક્રિયાની પ્રોસેસ કરવામાં આવે છે, આવામાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ માટે તમારે વિસાની રાહ જોવાની જરૂર નહીં. આ ઉપરાંત  ટ્રાવેલ કરતાં પહેલાં પણ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ વિસા વગર પણ બનાવી શકાશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular