Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalભારતનું શાનદાર કામ, ચીન નિષ્ફળઃ બાઇડન

ભારતનું શાનદાર કામ, ચીન નિષ્ફળઃ બાઇડન

ટોક્યોઃ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના રોગચાળાની વચ્ચે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપ્રમુખોની ટોક્યોમાં મુલાકાત થઈ હતી. ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમીટની બેઠક આયોજિત થઈ હતી. આ બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝે ભાગ લીધો હતો. આ મીટિંગમાં રશિયા-યુક્રેનનો મુદ્દો છવાયેલો રહ્યો. અમેરિકા અને જાપાને આ મુદ્દે વાત કરી હતી. આ સિવાય દ્વિપક્ષી મીટિંગથી પહેલાં બાઇડને કોવિડ19ના સમયગાળામાં ભારતે જે રીતે કામ કર્યું , એના માટે મોદીની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી એક વિશ્વાસની ભાગીદારી છે. અનેક ક્ષેત્રોમાં બંને દેશોનાં સમાન હિતોને આ વિશ્વાસના સંબંધોએ મજબૂત કર્યાં છે. અમારી વચ્ચે વેપાર અને મૂડીરોકાણમાં પણ સતત વ્યાપ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે અમારી વચ્ચે ભારત-અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટિવ એગ્રીમેન્ટથી મૂડીરોકાણની દિશામાં નોંધપાત્ર વિકાસ જોવા મળશે.અમે ટેક્નોલોજીના ક્ષેત્રે અમે દ્વિપક્ષી સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ આપસી સમન્વય કરી રહ્યા છીએ.https://twitter.com/PMOIndia/status/1528980877245825025

બાઇડને કહ્યું હતું કે અમે હિન્દ-પ્રશાંત પર દ્વિપક્ષી સ્તરે સમાન વિચારધારાવાળા દેશોની સાથે સમાન વિચાર શેર કરીએ છીએ, જેથી અમારી ચિંતાઓની સુરક્ષા માટે કામ કરી શકાય. જ્યારે મોદીએ કહ્યું હતું કે અમે રસીના વિતરણ, જળવાયુ કાર્યવાહી, સપ્લાય ચેઇન, આર્થિક સહયોગ જેવાં કેટલાંક ક્ષેત્રોમાં સમન્વય વધાર્યો છે. જેથી ઇન્ડો-પેસિફિકમાં શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિતતા થઈ રહી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular