Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalકોરોનાના ભારતીય વેરિયન્ટ વિશ્વ માટે ચિંતાજનકઃ WHO

કોરોનાના ભારતીય વેરિયન્ટ વિશ્વ માટે ચિંતાજનકઃ WHO

જિનિવાઃ ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેરથી સૌથી વધુ સંક્રમિત છે, પણ ભારતમાં તબાહી મચાવી રહેલો કોરોનાનો આ નવો વેરિયન્ટ હવે વિશ્વ માટે પરેશાનીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સોમવારે કહ્યું હતું કે કોરોનાના ભારતીય વેરિયન્ટ ઘણા વધુ સંક્રમક છે અને એ વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ભારતમાં આ નવા વેરિયેન્ટ को B.1.617ને નામથી ઓળખવામાં આવી રહ્યા છે. UNની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે કોવિડના આ નવા વેરિયેન્ટ ભારતમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલી વાર જોવા મળ્યા હતા. કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ  ઓરિજિનિલની તુલનામાં વધુ સરળતાથી પ્રસરી રહ્યા છે. એ પણ આશંકા છે કે સંભવતઃ નવા વેરિયેન્ટે રસીની બચાવ માટે કેટલાક પ્રતિકારક વિકસિત કરી લીધા છે. આવામાં WHOએ વૈશ્વિક સ્તરે ચિંતાના વિષયમાં વર્ગીકૃત કર્યા છે.      આ પહેલાં કોરોનાના ત્રણ વેરિયેન્ટ માલૂમ પડ્યા હતા, જે યુકે, બ્રાઝિલિયન અને સાઉથ આફ્રિકન વેરિયન્ટના રૂપમાં ઓળખવામાં આવે છે. આ વેરિયેન્ટ કોરોનાના મૂળ વાઇરસથી વધુ ખતરનાક અને સંક્રમક માનવામાં આવે છે. ભારતમાં કોરોનાથી સ્થિતિ બદથી બદતર છે અને ભારતને એમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે.

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular