Thursday, May 29, 2025
Google search engine
HomeNewsInternationalપોલીસ પર હુમલો કરવા બદલ ભારતવંશીને 12 વર્ષની જેલ

પોલીસ પર હુમલો કરવા બદલ ભારતવંશીને 12 વર્ષની જેલ

સિંગાપુરઃ સિંગાપુરમાં ભારતીય મૂળની વ્યક્તિએ એન્ફોર્સમેન્ટ અધિકારીએ સિગારેટ પીવાની ના પાડતાં તેણે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. બે વર્ષ પહેલાંની આ ઘટનામાં 32 વર્ષીય વિકનેશ્વરનને 11 વર્ષ અને નવ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. 29 વર્ષીય પીડિત અધિકારીને હુમલો કર્યા પછી આશરે 141 દિવસો હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડ્યું હતું.તેમના પગમાં કાયમી ઇજા થઈ હતી.

વિકનેશ્વરનને ઓક્ટોબરમાં સાત આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેમાં એક લોક સેવકને ગંભીર ઇજા પહોંચાડવાનું સામેલ હતું.તે આ હુમલા પહેલાં કેનબરા લિન્ક વાઇડ ડેક પર બે મિત્રોની સાથે હતા. એન્ફોર્સમેન્ટ અધિકારીએ તેના મિત્રને સિગારેટ પીવાથી મનાઈ ફરમાવી હતી. જેથી વિકનેશ્વરન અધિકારી પર ભડકી ગયો હતો. વિકનેસ્વરનને હથિયાર હાથ લાગ્યું હતું. તેણે અધિકારીઓને લડાઈ માટે પડકાર ફેંક્યો હતો અને મદદનીશ પોલીસ કર્મચારીના ચહેરા પર મુક્કા માર્યા હતા.

જિલ્લા ન્યાયાધીશ માર્વિન બેએ કહ્યું હતું કે વિકનેસ્વરે સત્તાવાળા પ્રત્યે પર અવહેલના કરી હતી. તેમણે કહ્યું હતું કે અધિકારીએ તેને સિગારેટ પીતા અટકાવ્યો હતો, જેથી તેણે અધિકારીને શારીરિક ઇજા પહોંચાડી હતી. કોર્ટે વિકનેશ્વરનને ઓક્ટોબરમાં સાત આરોપોમાં દોષી ઠેરવ્યો હતો.  

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular