Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalભારતવંશી ભવ્યા લાલને નાસામાં કાર્યકારી પ્રમુખ બનાવાયાં

ભારતવંશી ભવ્યા લાલને નાસામાં કાર્યકારી પ્રમુખ બનાવાયાં

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ભવ્યા લાલની નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. લાલ અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ જો બાઇડન દ્વારા નાસામાં બદલાવ સંબંધી સમીક્ષા ટીમના સભ્ય તરીકે કામ કર્યું છે અને બાઇડનના વહીવટ હેઠળની એજન્સીના ટ્રાન્ઝિટની દેખરેખ રાખી હતી. લાલ એન્જિનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે, તેમણે 2005થી 2020 સુધીમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ અને ટેક્નોલોજી પોલિસીમાં રિસર્ચ સ્ટાફ તરીકે કાર્યરત હતાં.

ત્યાં તેઓ વ્હાઇટ હાઉસની ઓફિસ અને ટેક્નોલોજી અને નેશનલ સ્પેસ કાઉન્સિલ તેમ જ નાસા સહિત ફેડરલ સ્પેસ ઓરિયેન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને ઇન્ટેલિજન્ટ સમુદાયની અને સ્પેસ ટેક્નોલોજીની વ્યૂહરચનાનું અને નીતિનું વિશ્લેષણ કરશે.

અંતરિક્ષ ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ તેમને નેમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સના સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.

લાલ એ સ્પેસ ટેક્નોલોજી અને નીતિ સમુદાયની સક્રિય સભ્ય છે. તેઓ અધ્યક્ષ, સહઅધ્યક્ષ અને નેશનલ એકેડમી ઓફ સાયન્સ કમિટીના સભ્યોને સેવા આપશે. લાલની પાસે ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી છે. એની સાથે તેમની પાસે ટેક્નોલોજી અએને પોલિસીમાં સાયન્સની માસ્ટર ડિગ્રી પણ છે. આ સિવાય તેમણે પબ્લિક પોલિસી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પણ ડોક્ટરેટ કર્યું છે. તેઓ ન્યુક્લિયર એન્જિનિયરિંગ અને પબ્લિક પોલિસી ઓનર સોસાયટીઝના સભ્ય પણ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular