Thursday, July 17, 2025
Google search engine
HomeNewsInternationalદુનિયામાં કોરોનાના નવા કેસોમાં ભારતનો હિસ્સો 46%

દુનિયામાં કોરોનાના નવા કેસોમાં ભારતનો હિસ્સો 46%

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસ મહાબીમારીના ગયા અઠવાડિયે નવા નોંધાયેલા કુલ કેસોમાં ભારતનો હિસ્સો 46 ટકા રહ્યો હતો. તેમજ આ બીમારીથી થયેલા મૃત્યુમાં દર ચારમાં એક જણ ભારતનો હતો. આ જાણકારી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આપી છે.

WHO સંસ્થાનું કહેવું છે કે નવા પ્રકારના કોરોનાના ચેપની પહેલી જાણકારી ભારતમાં થઈ હતી. આ ચેપનો ફેલાવો વધવાને કારણે ભારતમાં હાલ હોસ્પિટલોમાં પથારીઓ અને ઓક્સિજનની કારમી તંગી ઊભી થઈ છે. તે ઉપરાંત સ્મશાનભૂમિઓ અને કબ્રસ્તાનોમાં પણ મૃતદેહોના ખડકલા થયા છે. ઘણા લોકો હોસ્પિટલમાં પથારી કે ઓક્સિજન મળવાની રાહ જોતી વખતે એમ્બ્યુલન્સોમાં અને કારમાં જ મૃત્યુ પામ્યા છે. દુનિયામાં ગયા અઠવાડિયે કોરોનાના નવા 57 લાખ કેસ નોંધાયા હતા અને એમાં 93,000થી વધારે લોકોના મરણ થયા હતા. ભારતમાં નવા કેસોની સંખ્યા 26 લાખ નોંધાઈ હતી, જે તે આંકડો પૂર્વેના અઠવાડિયા કરતાં 20 ટકા વધારે હતો. ભારતમાં ગયા અઠવાડિયે 23,231 જણના મરણ થયા હતા.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular