Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં મહિલા નેતાએ લાઇવ ટીવી-શોમાં સંસદસભ્યને લાફો માર્યો

પાકિસ્તાનમાં મહિલા નેતાએ લાઇવ ટીવી-શોમાં સંસદસભ્યને લાફો માર્યો

ઇસ્લામાબાદઃ ટીવી પર આજકાલ રાજકારણની ચર્ચા દરમ્યાન કેટલીક વાર હંગામો જોવા મળે છે. રાજકીય ચર્ચા કરતાં નેતાજી કેટલીય વાર બધી મર્યાદા ઓળંગી જાય છે. એ પછી શરૂ થાય છે ગાળાગાળી અને મારપીટનો દોર. હાલના દિવસોમાં આવાં દ્રશ્યો ભારત જ નહીં, વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળે છે. હાલના દિવસોમાં પાકિસ્તાનનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. અહીં ઇમરાન ખાનની નજીકના અને તેમની પાર્ટીના નેતા ડોક્ટર ફિરદોસ આશિક અવાને પાકિસ્તાની સંસદસભ્યને લાફો મારી દીધો હતો.

સોશિયલ મિડિયા પર એ વિડિયો આ દિવસોમાં ખાસ્સો વાઇરલ થઈ રહ્યો છે. આ ટીવી શોના વિડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ફિરદોસ આશિક અને સંસસદસભ્ય કાદિર મંદોખેલની વચ્ચે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારને મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. બંને એક બીજાને ભ્રષ્ટાચારને મુદ્દે ઘેરવાની કોશિશ કરી રહ્યા હતાં. ફિરદોસે સંસદસભ્યને પહેલાં બહુ ગાળો આપી, એ પછી લાફો મારી દીધો.

ફિરદોસે લાફાનું કારણ જણાવ્યું

ડોક્ટર ફિરદોસ આશિક અવાન પાકિસ્તાનમાં પંજાબના મુખ્ય પ્રધાનની વિશેષ સહાયક (સૂચના) પણ છે. એ પછી ફિરદોસે ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે કાદિર મંદોખેલે તેમને ગાળો ભાંડી હતી. આ સિવાય સંસદસભ્યને જાનથી મારી ખાવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. ફિરદોસ આશિકે કહ્યું હતું કે કાદિર મંદોખેલે મારા પિતાને ગાળો ભાંડી હતા. મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલે મેં આત્મરક્ષામાં  તેને લાફો મારી દીધો હતો. મારી આબરૂ લાગી હતી. હું મારા વકીલ સાથે વાત કર્યા બાદ તેમના પર કેસ કરવા જઈ રહી છું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular