Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalઆર્જેન્ટિનામાં માર્ચ મહિનામાં મોંઘવારી દર 300 ટકાએ પહોંચ્યો

આર્જેન્ટિનામાં માર્ચ મહિનામાં મોંઘવારી દર 300 ટકાએ પહોંચ્યો

નવી દિલ્હીઃ વિશ્વમાં રશિયા-યુક્રેન વોર, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને હવે ઇરાન—ઇઝરાયેલને કારણે સપ્યાલ ચેનને ભારે ક્ષતિ પહોંચવાની વકી છે, જેને કારણે અનેક દેશોમાં મોંઘવારી ચિંતાનું કારણ છે. દક્ષિણી અમેરિકી દેશ આર્જેન્ટિનામાં મોંઘવારીએ માઝા મૂકી છે. વધતી મોંઘવારીને કારમે ટુરિઝમ થતી કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે. ગયા વર્ષે આ દેશમાં આશરે 3.2 અબજ ડોલરની કમાણી થઈ હતી, પરંતુ હવે વિદેશી પર્યટકો અન્ય દેશોમાં જવાનું પસંદ કરે છે.

ડિસેમ્બર, 2023માં જ જેવિયર મિલેઈ આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે, જે પછી અહીં સ્થિતિ વણસતી ગઈ છે. આર્જેન્ટિનાની જનતા હવે બોર્ડર પાર કરીને ચિલી જવાનું પસંદ કરી રહી છે. માર્ચમાં આર્જેન્ટિનામાં 288 ટકા મોંઘવારી દર છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં એ 104 ટકા હતો.ઉરુગ્વેથી આર્જેન્ટિના જવાના ટ્રાવેલ બુકિંગ જાન્યુઆરીથી ઓછાં થઈ રહ્યાં છે. ગયા વર્ષની તુલનાએ એમાં આશરે 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એનું કારણે રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇની 54 ટકા કરન્સીનું ડિવેલ્યુએશન બતાવવામાં આવી રહ્યું છે.

કરન્સીના અવમૂલ્યનને કારણે આર્જિન્ટિનામાં સત્તાવાર અને સમાંતર એક્સચેન્જ દરોમાં અંતર ઘટી રહ્યું છે.  મિલેઈની નવી પોલિસી પછી આર્જિન્ટિનામાં કેટલીય ચીજવસ્તુઓની કિંમતોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ખાસ કરીને એવી કિંમતોમાં જેની ડોલરમાં કિંમત હોય છે. આવામાં વિદેશી પર્યટકો માટે એ લાભકારક નથી. એક સર્વે મુજબ આર્જિન્ટિનામાં સીમા પર કનકોર્ડિયા શહેરમાં 60 ચીજવસ્તુઓની કિંમતો ઉરુગ્વેની સાલ્ટોની તુલનાએ 33 ટકા ટકા સસ્તી છે, પણ સપ્ટેમ્બર, 2023 કરતાં 64 ટકા વધુ છે.

 

 

 

 

 

 

 

 

In Argentina, the inflation rate reached 300 percent in March

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular