Friday, July 18, 2025
Google search engine
HomeNewsInternationalઇમરાન ખાને ઇન્ટરવ્યુમાં ખુદને ગધેડા બતાવ્યા

ઇમરાન ખાને ઇન્ટરવ્યુમાં ખુદને ગધેડા બતાવ્યા

ઇસ્લામાબાદઃ હવે આને સત્તા જવાનું દુઃખ કહેવાય કે મગજનું દેવાળું ફૂંકવું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની.  ઇમરાન ખાન મીમ મેકર્સની પહેલી પસંદ છે. સોશિયલ મિડિયા પર તેમની મજાક બનતી જ રહે છે. સોશિયલ મિડિયા પર લોકો તેમની ઠેકડી ઉડાડતા રહે છે, પણ આ વખતે મીમ મેકર્સે નહીં, પણ ઇમરાન ખાને ખુદની મજાક ઉડાડી છે. સોશિયલ મિડિયા પર હાલના દિવસોમાં તેમનો એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. લોકો આ વિડિયો શેર કરીને મજા માણી રહ્યા છે. તેમણે આ વિડિયોમાં ખુદની તુલના એક ગધેડાથી કરી છે.

પાકિસ્તાની પત્રકાર હસન જૈદીએ ઇમરાન ખાનનો એક ઇન્ટરવ્યુની એક વિડિયો ક્લિપ શેર કરી છે. આ ઇન્ટરવ્યુમાં ઇમરાન કહે છે કે કેઓ અંગ્રેજ નથી બની શકતા, કેમ કે ગધેડો એ ગધેડો જ રહે છે. એ વિડિયોમાં ઇમરાન કહે છે, મેં UKને પોતાનું ઘર ક્યારેય નથી માન્યું, કેમ કે હું એક પાકિસ્તાની હતો અને હું બ્રિટિશર નહીં બની શકું. જો તમે ગધેડા પર લાઇન દોરો તો એ ઝેબ્રા નથી બની જતો- ગધેડો ગધેડો જ રહેશે.

આ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને ટ્વિટર પર યુઝર્સ ભૂતપૂર્વ વડા પ્રધાનની ટિપ્પણીઓ પર કોમેન્ટ કરવાની કોઈ કસર નથી છોડી રહ્યા.

મીમ ફેસ્ટમાં ભાગ લેતાં એક ટ્વિટર યુઝર્સે તેમની ટિપ્પણીને 69ની ઉંમરે ખુદની ઓળખ થઈ-નો જવાબ આપ્યો હતો તો અન્ય ટ્વિટર યુઝર્સે ઇમરાનની હીન ભાવના ગણાવી હતી. ઇમરાન ખાન તેમનાં નિવેદનો માટે આ પહેલાં પણ ટ્રોલ થઈ ચૂક્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular