Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકામાં દિવાળી પર રજા! વિધેયકનું અમેરિકી કોંગ્રેસમાં સ્વાગત

અમેરિકામાં દિવાળી પર રજા! વિધેયકનું અમેરિકી કોંગ્રેસમાં સ્વાગત

નવી દિલ્હીઃ એક અમેરિકી સાંસદે શુક્રવારે દિવાળીની રજા જાહેર કરવા માટે અમેરિકી કોંગ્રેસમાં એક વિધેયક રજૂ કર્યું છે. આ પગલાનો દેશભરના વિવિધ સમાજોએ સ્વાગત કર્યું છે. કોંગ્રેસ સભ્ય ગ્રેસ્ડ મેંગે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દિવાળી વિશ્વમાં અબજો લોકો માટે ક્વીન્સ, ન્યુ યોર્ક અને અમેરિકામાં અગણિત પરિવારો અને સમાજો માટે વર્ષનો સૌથી મહત્ત્વના દિવસોમાંથી એક છે.

આ પ્રસંગે એક મહિલાએ કહ્યું હતું કે એ દિવસ પરિવાર અને મિત્રો સાથે ઉત્સવ ઊજવવાનો દિવસ હશે. એનાથી એ સ્પષ્ટ થશે કે અમેરિકી સરકાર સાંસ્કૃતિક વિવિધતાને કેટલું મહત્ત્વ આપે છે. ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમારે આ પગલાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ વર્ષે અમે જોયું છું કે રાજ્યમાં દિવાળી અને દક્ષિણ એશિયન સમુદાયને માન્યતા આપવાના સમર્થનમાં એક સ્વરે બોલી રહ્યા છે.

સરકારમાં મારી સહયોગી કોંગ્રેસ મહિલા મેંગ હવે દિવાળીને ઐતિહાસિક કાનૂનની સાથે આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈ રહી છે. દિવાળી ઊજવવા 40 લાખ લોકોથી વધુ અમેરિકીઓ માટે સરકાર ગંભીર છે. ન્યુ યોર્કના સેનેટર જેરેમી કોનીએ એશિયન-અમેરિકી સમુદાય માટે નિરંતર કામ કરવા માટે મેંગની પ્રશંસા કરતાં કહ્યું હતું કે દિવાળીને સંઘીય અવકાશનું નામ ના આપવું એ એ લોકોનું સન્માન કરે છે, જે નિરીક્ષણ કરે છે, બલકે એક સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે.

ઉત્તરીય અમેરિકાના હિન્દુઓના ગઠબંધન નિકુંજ ત્રિવેદીએ કહ્યું હતું કે આ ખુશીનો તહેવાર છે, જે લાખ્ખો અમેરિકનો દ્વારા ઊજવવામાં આવે છે અને બૂરાઈ પર અચ્છાઈની અને અંધકાર પર પ્રકાશની જીત છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular