Sunday, July 6, 2025
Google search engine
HomeNewsInternationalઇન્ટરનેટ પર ગૂગલની સર્ચ-હિસ્ટરીને આ રીતે ડિલીટ કરો...

ઇન્ટરનેટ પર ગૂગલની સર્ચ-હિસ્ટરીને આ રીતે ડિલીટ કરો…

નવી દિલ્હીઃ તમે ગૂગલ પર જે કંઈ કામ કરો છો, એ બધાનો ડેટા ગૂગલ રેકોર્ડ કરે છે. આવામાં ડેટાના મિસ યુઝનું જોખમ ઝળૂંબતું હોય છે. તમે ગૂગલ કે યુટ્યુબ પરના સર્ચ એન્જિન પર કંઈ શોધવાના પ્રયાસ કરો છો, એની દરેક માહિતી ગૂગલની પાસે જતી રહે છે. આમ તો ગૂગલ ડેટાના મિસ યુઝ ન કરવાની વાત કહે છે, પણ તમારો ડેટા અન્ય પાસે હોય છે, તો ક્યારે તમારો ડેટા ખોટા હાથમાં ચાલી જાય અને મિસ યુઝ થાય તો? એટલે તમારે દરેક સ્તરે સાવધાન રહેવું જરૂરી છે. એ માટે સૌથી સારો વિકલ્પ છે કે તમે આ પ્રકારે એને ડિલીટ કરી દો…

Google.ગૂગલ પર સૌથી જરૂરી છે તમારું લોકેશન ડેટા સિક્યોર કરવાનું છે. ગૂગલે 2019માં લોકેશન ડેટા પોલિસીને અપડેટ કરી હતી. જે હેઠળ યુઝર્સની પાસે ઓટો ડિલીટ કન્ટ્રોલ્સ વિકલ્પ હોય છે. એનાથી તમે લોકેશન ડેટાને રોલિંગ બેઝિસ પર ડિલીટ કરી શકો છો. તમે ઇચ્છો તો incognito modeને પણ યુઝ કરી શકો છો.

આ રીતે હિસ્ટરી ડિલીટ કરો…

  • ગૂગલ અન્ય ઇન્ટરનેટ યુઝર્સને શું બતાવી રહ્યું છે, એ જોવા માટે તમારે બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટ પેજ પર જવાનું રહેશે.
  • હવે આ પેજ પર તમારે ગૂગલ યુઝરનેમ@gmail.comની સાથે અથવા એના વિના ટાઇપ કરો.
  • એ પછી તમને મેન્યુબાર દેખાશે, તમારે એમાં પર્સનલ ઇન્ફો પર ક્લિક કરવાનું રહેશે.
  • જે પછી અહીં તમે તમારો ફોટો, નેમ, ઈમેઇલ એડ્રેસ, જેન્ડર અને બર્થડે જેવી ચીજોમાં ફેરફાર કરી શકો છો અથવા ડિલીટ પણ કરી શકો છો.
  • આ સિવાય ગૂગલની પાસે તમારો જે પણ ડેટા છે, એને ઓટોમેટિકલી પણ ડિલીટ કરી શકો છો. એના માટે તમારે ગૂગલ એકાઉન્ટમાં પણ સાઇન ઇન કરો.
  • એ પછી નેવિગેશનથી Data& Privacy વિકલ્પને પસંદ એને ડિલીટ કરો અથવા એમાં તમારા હિસાબે ચેન્જ કરી દો.
  • આ સિવાય તમે ગૂગલ પર હિસ્ટરી જોવા માટે History Settingsમાં જઈને Web& App Activityનો વિકલ્પ પસંદ કરો.
  • અહીં તમને બધી હિસ્ટરી જોઈ શકાશે. હવે તમે Manage Ackivity પર જઈને તમે ડેટાને તારીખના હિસાબે જોઈને એને ડિલીટ કરી શકો છો.
  • જો તમે યુટ્યૂબ પર વોચ હિસ્ટરી ડેટા દૂર કરવા ઇચ્છો છો તો સૌથી પહેલાં History Settingsમાં જાઓ
  • એ પછી યુટ્યૂબ હિસ્ટરીમાં તમને બધી વોચ હિસ્ટરી મળી જશે. હવે તમે એને ડિલીટ કરી શકો છો.
  • યુટ્યુબ હિસ્ટરીને ઓટોમેટિકલી ડિલીટ કરવાનો વિકલ્પ પણ આપે છે. તમે એને પસંદ કરી શકો છો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular