Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternational2022માં અમેરિકામાં સંપૂર્ણ-રોજગાર પૂર્વવત્ થશેઃ નાણાંપ્રધાન યેલેન

2022માં અમેરિકામાં સંપૂર્ણ-રોજગાર પૂર્વવત્ થશેઃ નાણાંપ્રધાન યેલેન

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ જો બાઇડનના 1900 અબજ ડોલરનું રાહત પેકેજનું સંપૂર્ણ અમલીકરણ થયું તો વર્ષ 2022માં સંપૂર્ણ રોજગાર પેદા કરશે, એમ ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને કહ્યું હતું. લાંબા સમય સુધી આપણે કેમ સહન કરી રહ્યા છીએ, કેમ કે રિકવરી થઈ રહી છે. જો પેકેજ પાસ થઈ જશે તો આવતા વર્ષ સુધી સંપૂર્ણ રોજગાર પેદા થશે.

યુએસ અનએમ્પ્લોયમેન્ટનો દર અનેક વર્ષ સુધી સ્થિર રહેશે. વર્ષ 2025 સુધીમાં બેરોજગાર દર ઘટીને ચાર ટકાએ ફરી વાર આવી જશે, એમ તેમણે કહ્યું હતું. ડિસેમ્બર, 2020માં 2,27,000 નોકરીઓ ઘટ્યા પછી અમેરિકન કંપનીઓએ જાન્યુઆરીમાં 49,000 નોકરીઓ ઊભી કરી હતી, એમ લેબર ડિપાર્ટમેન્ટે રિપોર્ટમાં કહ્યું હતું. જાન્યુઆરીમાં બેરોજગાર દર 04 ટકા ઘટીને 6.3 ટકા આવી ગયો છે, જે કોરોના રોગચાળા પહેલાં ફેબ્રુઆરી, 2020માં 3.5 ટકાના સ્તરે હતો. કોવિડ-19ના 1.9 અબજ ડોલરના રાહત પેકેજ-અમેરિકન રેસ્ક્યુ પ્લાનને લીધે સંભવિત ફુગાવો વધવાનું જોખમ છે, એમ યેલને કહ્યું હતું. મારા પુરોગામીઓએ સંકેત આપતાં કહ્યું હતું કે આને લીધે ફુગાવો વધશે. મેં ફુગાવા પર અભ્યાસ કરવામાં ઘણાં વર્ષો કર્યો છે, એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસનાં બંને સસદે પાંચ જાન્યુઆઈએ ડેમોક્રેટ્સે બાઇડનના રાહત પેકેજને રિપબ્લિકનોના ટેકા વગર પસાર કર્યું હતું.

કોરોના ટેસ્ટિંગ અને રસીના વિતરણ માટેનું 1.9 અબજ ડોલરનું રાહત પેકેજ સહિત 400 અબજ ડોલરનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાંથી ઘરેલુ અને  400 અબજ ડોલર કરતાં વધુના નાના અને વેપારી સમુદાયને રાહત આપવામાં માટે એક અબજ ડોલરનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular