Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalફ્રાંસે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર ‘અબાયા’ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો

ફ્રાંસે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર ‘અબાયા’ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો

પેરિસઃ ફ્રાંસમાં હવે મુસ્લિમ વિદ્યાર્થિની અબાયા (નકાબ) નહીં પહેરી શકે. શિક્ષણ મંત્રીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દેશની મુસ્લિમ વસતિ નારાજ થાય એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ફ્રાંસની સરકારી સ્કૂલોમાં વિદ્યર્થિનીઓ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ચોથી સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. એ સમયથી આ નિર્ણય લાગુ થશે. ફ્રાંસમાં સ્કૂલો અને સરકારી ભવનોમાં ધાર્મિક સંગઠનો પર સખત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું હતું કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાયદાનું ઉલ્લંઘન કરે છે.

અબાયા બુરખાથી અલગ

અબાયા અને બુરખાને કેટલાક લોકો અલગ વસ્તુ સમજે છે, પણ એ અલગ-અલગ હોય છે. અબાયા એ ઢીલું હોય છે, જે શરીરના ખભાથી માંડીને પગ સુધી ઢાંકી રાખે છે. બુરખા આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોની ઉપર એ જાળીદાર સ્ક્રીન હોય છે. બંને વસ્ત્રો મઙિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પણ બંનેમાં ફરક હોય છે. ફ્રાન્સની સરકારી સ્કૂલોમાં વર્ષ 2004માં હેડસ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે ફ્રાન્સને TF1 ટીવીથી કહ્યું હતું કે માત્ર જોઈને વિદ્યાર્થીઓના ધર્મની ઓળખ ના થવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે જ્યારે તમે વર્ગમાં જાઓ છો, ત્યારે તમારે માત્ર વિદ્યાર્થીઓને જોઈને તેમના ધર્મની ઓળખ ના કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મેં નિર્ણય કર્યો છે હવે સ્કૂલોમાં એ નહીં પહેરવામાં આવે. અબાયા સ્કૂલોમાં ઝડપથી પહેરવામાં આવે છે, જેને કારણે ફ્રાંસમાં એના ઉપયોગ પર રાજકીય વિભાજન થયું હતું. દક્ષિણપંથી પાર્ટીઓ પ્રતિબંધ પર ભાર આપી રહી છે, ત્યાકે વામપંથીઓ મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓના અધિકારો માટે ચિંતા વ્યક્ત કરી રહી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular