Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalઈમરાન ખાન પર ગોળીબાર; પાકિસ્તાની નેતા સુરક્ષિત

ઈમરાન ખાન પર ગોળીબાર; પાકિસ્તાની નેતા સુરક્ષિત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન પર એમની લાંબી કૂચ દરમિયાન આજે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના વઝિરાબાદના અલ્લાહ હો ચોક નજીક  બની હતી એવો સ્થાનિક મીડિયામાં અહેવાલ છે. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી, પણ તેઓ ભયમુક્ત છે, એવા અહેવાલો છે.

પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાન સુરક્ષિત છે અને એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે એવું પીટીઆઈના નેતા અઝહર મશવાનીએ ટ્વિટર પર જાણકારી આપી છે.

દેશમાં નવેસરથી સંસદીય ચૂંટણી યોજવામાં આવે એવી માગણી સાથે ઈમરાન ખાને હાલ વિરોધ કૂચ કાઢી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular