Wednesday, August 20, 2025
Google search engine
HomeNewsInternationalલોકડાઉનમાં અમેરિકામાં '3 ઈડિયટ્સ' ફિલ્મને મળ્યો અદ્દભુત પ્રતિસાદ

લોકડાઉનમાં અમેરિકામાં ‘3 ઈડિયટ્સ’ ફિલ્મને મળ્યો અદ્દભુત પ્રતિસાદ

મુંબઈઃ લોકડાઉનના કારણે લોકો અત્યારે પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. ભારતમાં લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જો કે કેટલાક ક્ષેત્રોમાં લોકોને રાહત પણ મળી છે. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે સરકારે એકવાર ફરીથી લોડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉનના દિવસોમાં બોલીવૂડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મને માત્ર દેશ જ નહી પરંતુ વિદેશમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મને સારી ફિલ્મો પૈકીની એક ફિલ્મ ગણવામાં આવે છે. ‘3 ઈડિયટ્સ’ને અત્યારે અમેરિકામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચીન બાદ ‘3 ઈડિયટ્સ’ ફિલ્મે અમેરિકામાં ક્રેઝ જગાવ્યો છે. યૂએસમાં લોકડાઉન દરમિયાન સૌથી વધારે જોવાયેલી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ છે. એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાની આ સમાચાર જાણીને ખૂબ ખુશ થયા છે. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે જે ફિલ્મને અમે એક દાયકા પહેલા બનાવી હતી તેને લોકો દ્વારા આજે પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તેને ખુલ્લા દિલથી સ્વીકારી રહ્યા છે.

આ ફિલ્મનો એક ડાયલોગ ‘ઓલ ઈઝ વેલ’ ખૂબ હિટ થયો હતો. આમિર ખાન ઉપરાંત આ ફિલ્મમાં કરીના કપૂર, શરમન જોષી, આર. માધવન, બોમન ઈરાની સહિતના કલાકારો છે. આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. કોમેડીથી ભરપૂર આ ફિલ્મ સામાજિક સંદેશ આપતી ફિલ્મ છે. કમાણીના મામલે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular