Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalશ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરાતાં ઇમર્જન્સી લાગુ કરાઈ

શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરાતાં ઇમર્જન્સી લાગુ કરાઈ

નવી દિલ્હીઃ શ્રીલંકામાં ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે જીવનજરૂરી વસ્તુઓની અછત થવાને કારણે આગ લગાડવાની, હિંસા, દેખાવો અને સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી છે. આ સાથે લાંબા વીજકટ અને ફ્યુઅલની અછતને કારણે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે, જેથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ પહેલી એપ્રિલથી ઇમર્જન્સી લાગુ કરી દીધી છે.

રાષ્ટ્રપતિ ઓફિસે જારી કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને જરૂરી ચીજવસ્તુઓ જારી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે 50 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને કોલંબો અને એની આસપાસના વિસ્તારોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે, જેથી છૂટાછવાયા દેખાવોને રોકી શકાય.

શ્રીલંકનવાસીઓને લાગે છે કે દેશની આર્થિક ખસ્તા હલત માટે હાલની સરકારની નીતિઓ જવાબદાર છે. સરકારી નીતિઓની સામે લોકોએ ગાડીઓને આગ ચાંપી હતી. શ્રીલંકા 1948થી આઝાદ થયા પછી સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યું છે. દેશનું અર્થતંત્ર કથળ્યું છે.

કોલંબોમાં 13-13 કલાકના પાવરકટથી ઝઝૂમી રહેલી જનતા રસ્તા પર ઊતરી આવી છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ કરી રહી છે. બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમત આસમાને પહોંચી છે. શ્રીલંકામાં જારી આર્થિક સંકટની વચ્ચે ફોરેન કરન્સીની ભારે ઘટાડો થયો છે.

કોલંબોમાં શુક્રવારે રાત્રે 5000થી વધુ લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘર તરફ રેલી કાઢી હતી. જેથી ભારતે 40,000 ટન ડીઝલ શ્રીલંકાન તટોએ પહોંચી ચૂક્યું ચે. ભારતે ડીઝલન આ ખેપ ક્રેડિટ લાઇન હેઠળ આપી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular