Sunday, May 25, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકામાં ત્રણ-વર્ષના બાળકને હાથે આઠ મહિનાનો ભાઈ ઠાર

અમેરિકામાં ત્રણ-વર્ષના બાળકને હાથે આઠ મહિનાનો ભાઈ ઠાર

હ્યુસ્ટનઃ અમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે આઠ મહિનાના બાળકનું ગોળી લાગવાથી મોત થયું છે. પોલીસનું માનવું છું કે આ બાળકના ત્રણ વર્ષના મોટા ભાઈના હાથમાં ઘરમાં રાખેલી બંદૂક આવી ગઈ હતી અને તેણે દ્વારા ગોળી ચલાવી હતી. હ્યુસ્ટન પોલીસ વિભાગના સહાયક પ્રમુખ વેન્ડી બેમબ્રિજે જણાવ્યું હતું કે બાળકને શુક્રવારે સવારે પેટમાં ગોળી લાગી હતી. પરિવારના સભ્યો ઘાયલ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું.

તેમણે કહ્યું હતું કે હું ઘરમાં હથિયાર રાખતા બધા લોકોને અપીલ કરું છું કે તેઓ તેમનાં હથિયારો ઘરમાં કોઈ પણ સભ્યની પહોંચથી દૂર રાખે. તમે આ પરિવાર માટે પ્રાર્થના કરજો. આ બહુ દુખદ ઘટના છે.તપાસકર્તાઓને પ્રારંભમાં આ ઘટનામાં બંદૂક નહોતી મળી, પરંતુ મેં એને વાહનની અંદરથી જપ્ત કરી હતી, જેમાં પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે તપાસકર્તા એ માલૂમ કરી રહ્યા છે કે આ મામલે કોઈ આરોપ લગાડવામાં આવે કે નહીં?

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular