Monday, July 14, 2025
Google search engine
HomeNewsInternationalડિઝની વર્લ્ડ, થીમ પાર્ક્સમાં માસ્ક-નિયમો હળવા બનાવાયા

ડિઝની વર્લ્ડ, થીમ પાર્ક્સમાં માસ્ક-નિયમો હળવા બનાવાયા

વોશિંગ્ટનઃ ડિઝની વર્લ્ડ તથા અમેરિકામાંના અન્ય એમ્યૂઝમેન્ટ પાર્ક્સ દ્વારા એમની કોરોના-પ્રતિરોધક ફેસ માસ્ક અંગેની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકાને પગલે આ પાર્ક્સ દ્વારા માસ્ક પહેરવા અંગેના નિયમોમાં અપડેટ કરવામાં આવ્યું છે.

ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં આવેલા વોલ્ટ ડિઝની કંપનીના ડિઝની વર્લ્ડમાં આઉટડોર જગ્યાઓ અને પૂલ ડેક્સમાં માસ્ક પહેરવાનું વૈકલ્પિક કરી દેવામાં આવ્યું છે, પરંતુ રાઈડ્સનો આનંદ લેતી વખતે અને રેસ્ટોરન્ટ્સ, દુકાનો, ઈન્ડોર હોટેલ જેવી ઈન્ડોર જાહેર જગ્યાઓમાં માસ્ક પહેરવાનું હજી આવશ્યક છે. ડિઝની વર્લ્ડ દ્વારા તેની વેબસાઈટ પર નવી માર્ગદર્શિકા પોસ્ટ કરવામાં આવી છે.

સીવર્લ્ડ એન્ટરટેનમેન્ટ કંપનીએ જણાવ્યું છે કે સીવર્લ્ડ ઓર્લેન્ડો, સીવર્લ્ડ સેન એન્ટોનિયો, બુશ ગાર્ડન્સ ટેમ્પા બૅ, ડિસ્કવરી કોવ, એક્વેટિકા ઓર્લેન્ડો, એક્વેટિકા સેન એન્ટોનિયો, વોટર કન્ટ્રી યૂએસએ ખાતે જે મહેમાનોએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા છે એમને માટે માસ્ક પહેરવાનું હવે જરૂરી રખાયું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular