Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalકોરોના સંકટ: ઈટાલીમાં મરણાંક ઘટતા થોડીક રાહત

કોરોના સંકટ: ઈટાલીમાં મરણાંક ઘટતા થોડીક રાહત

રોમઃ ઈટાલીમાં કોરોના વાયરસે હાહાકાર ફેલાવ્યો છે. અત્યાર સુધીમાં આ મહામારીને કારણે 26,644 જેટલા લોકોના મોત થયા છે. પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે 14મી માર્ચ બાદ મરણનો સૌથી ઓછો આંકડો 26 એપ્રિલે નોંધાયો. નાગરિક સુરક્ષા એજન્સીએ એક જ દિવસમાં 260 જણના મરણ થયાનું નોંધ્યું છે. દુનિયામાં, કોરોનાને કારણે સૌથી વધારે મોત અમેરિકા બાદ ઈટાલીમાં થયા છે. આ દેશમાં ગઈ કાલે સતત ત્રીજા દિવસે મૃત્યુના આંકડામાં ઘટાડો નોંધાયો. શનિવારના રોજ ઈટાલીમાં 415 જણના જાન ગયા હતા. એક તરફ ઈટાલી લોકડાઉનમાંથી બહાર આવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે લોમ્બાર્ડીમાં કેટલીક ગડબડ ઊભી થઈ છે, જે દેશમાં કોરોના વાયરસથી સર્વાધિક પ્રભાવિત ક્ષેત્ર રહ્યું છે. ઈટાલીમાં કોરોનાનો સૌથી પહેલો મામલો 21 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો. તે સમયે વિશ્વ આરોગ્ય સંસ્થા લોકડાઉનનો આગ્રહ કરી રહી હતી. જો કે એ વાતના પૂરાવા છે કે જનસંખ્યા અને સ્વાસ્થ્ય સેવાઓની કમીઓની સાથે જ રાજનૈતિક અને વ્યાવસાયિક હિતોના કારણે લોમ્બાર્ડીની એક કરોડ જેટલી વસતી કોરોનાથી પ્રભાવિત થઈ અને સૌથી વધારે દુઃખદ સ્થિતિ અનેક નર્સિંગ હોમમાં જોવા મળી.

વિષાણુ વૈજ્ઞાનિક અને મહામારી વિશેષજ્ઞોનું કહેવું છે કે, લોમ્બાર્ડીમાં શું ગડબડ થઈ તેનો અને વાયરસે કેવી રીતે ચિકિત્સા વ્યવસ્થાને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે તેનો અભ્યાસ વર્ષો સુધી કરાશે. યૂરોપમાં સૌથી સારી અર્થવ્યવસ્થા ઈટાલીની માનવામાં આવે છે. લોમ્બાર્ડીની પડોશના વેનેટોમાં વાયરસ અપેક્ષાકૃત નિયંત્રણમાં રહ્યો. વિશેષજ્ઞો એ વિચારી રહ્યા છે કે વિભિન્ન નર્સિંગ હોમમાં સેંકડો લોકોના મોત માટે કોને જવાબદાર ગણવામાં આવે? મૃત્યુ પામનારા અનેક જણનો લોમ્બાર્ડીના સત્તાવાર મોતના આંકડા 13,269માં સમાવેશ કરવામાં આવ્યો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular