Sunday, July 13, 2025
Google search engine
HomeNewsInternationalભારતીય મેહુલ ચોકસી પર કોર્ટ ફેંસલો લેશેઃ ડોમિનિકાના PM

ભારતીય મેહુલ ચોકસી પર કોર્ટ ફેંસલો લેશેઃ ડોમિનિકાના PM

રોસેઉઃ ડોમિનિકાના વડા પ્રધાન રુઝવેલ્ટ સ્કેરિટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસી ભારતીય નાગરિક ગણાવતાં કહ્યું હતું કે કોર્ટ ભાગેડુ હીરા વેપારીનું નક્કી કરશે. સરકાર ચોકસીના અધિકારોનું રક્ષણ કરશે, કેમ કે તે કોર્ટની ટ્રાયલની રાહ જુએ છે. હાલમાં ડોમિનિકન કોર્ટ દ્વારા ચોકસીને ભારતમાં પ્રત્યાર્પણ કરતાં પહેલાં વચગાળાની રાહત મળી છે, કોર્ટે હાલમાં તેની નજરબંધીનો મામલો સ્થગિત કરી દીધો છે. 

લૂપ જમૈકા ન્યૂઝે ડોમિનિકા વડા પ્રધાનના હવાલેથી કહ્યું હતું કે આ ભારતીય નાગરિકની સાથે મામલો કોર્ટમાં છે, કોર્ટ નક્કી કરશે કે આ જેન્ટલમેન સાથે શું થશે અને અમે કોર્ટની પ્રક્રિયાને ચાલવા દઈએ છીએ.

જેવી રીતે અત્યાર સુધી કરવામાં આવ્યું છે, તેમ તેના અધિકારોનું સન્માન કરવામાં આવશે અને કોર્ટને એ નક્કી કરવા દઈએ કે આ સંબંધે શું કરવું જોઈએ. અમને એન્ટિગુઆના મુદ્દા અને ભારતના મુદ્દાઓમાં અત્યાર સુધી કોઈ રસ નથી. આપણે એક સમુદાયનો હિસ્સો છીએ અને આપણે આપણા કર્તવ્ય અને આપણી જવાબદારીને ઓળખવી પડશે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

ચોકસી 23 મેએ રાત્રે બહાર ગયા પછી એન્ટિગુઆથી લાપતા થયો હતો અને જલદી ડોમિનિકાથી પકડાયો હતો. ભારતમાં પ્રત્યાર્પણથી બચવાના પ્રયાસોમાં એન્ટિગુઆ અને બારબુડાથી કથિત રૂપે ભાગ્યા પછી ડોમિનિકામાં પોલીસ દ્વારા એના પર ગેરકાયદે પ્રવેશવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular