Thursday, May 29, 2025
Google search engine
HomeNewsInternationalઈન્ડોનેશિયામાં કોરોનાના પ્રથમ કેસની પુષ્ટીઃ મોતનો આંકડો 3000 ને પાર

ઈન્ડોનેશિયામાં કોરોનાના પ્રથમ કેસની પુષ્ટીઃ મોતનો આંકડો 3000 ને પાર

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી તરાવન અગસ પુતરંતોએ આની જાણકારી આપતા કહ્યું કે, એક 64 વર્ષીય મહિલા અને તેની 31 વર્ષની દીકરીનો કેસ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસથી અમેરિકા બીજા એક વ્યક્તિનું મોત થયું છે. અત્યારસુધી અહીંયા 77 જેટલા કેસ સામે આવ્યા છે. આ પહેલા અમેરિકાએ ગઈકાલે પ્રથમ મૃત્યુની જાણકારી આપી હતી. દુનિયાભરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3000 થી વધારે થઈ ગઈ છે.

ચીને 42 વધારે લોકોના મોત થયા હોવાની વાતની પુષ્ટી કરી છે. આ તમામ મોત વાયરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાંતમાં થયા છે. આની જાણકારી દેશના સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં અત્યારસુધી આ વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2912 પર પહોંચી ગઈ છે. થાઈલેન્ડે એક નવા કોરોના વાયરસના દર્દીની માહિતી આપી છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના મામલાઓની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવો કેસ 22 વર્ષીય થાઈ મહિલાનો છે કે જે એક અન્ય થાઈ દર્દી સાથે કામ કરતી હતી. અત્યારસુધીમાં 31 દર્દીઓ સાજા થઈને પાછા જઈ ચૂક્યા છે અને 11 લોકોની હજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થાઈલેન્ડે વાયરસથી થયેલા પ્રથમ મૃત્યુની જાણકારી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીનમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે અને હુબેઈની બહાર માત્ર છ નવા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ 202 નવા મામલાઓની પુષ્ટી કરી છે. આ જાન્યુઆરીના અંતમાં એક દિવસમાં ચેપ લાગ્યાનો સૌથી ઓછો આંકડો છે.

ચીનમાં દર્દીઓની સંખ્યા 80,026 પર પહોંચી ગઈ છે. આયોગ અનુસાર ચેપ દૂર થયા બાદ 2,912 જેટલા લોકોના જીવ ગયા છે. 32,652 રોગીષ્ઠોની હજી સારવાર ચાલી રહી છે અને 44,462 રોગીષ્ઠો સાજા થયા બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. આયોગે કહ્યું કે, 715 જેટલા લોકો હજી પણ વાયરસની સામે ઝઝુમી રહ્યા હોવાની શક્યતાઓ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular