Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalગર્ભપાત કરાવતી કર્મચારીઓનો પ્રવાસ-ખર્ચ કંપનીઓ ભોગવશે

ગર્ભપાત કરાવતી કર્મચારીઓનો પ્રવાસ-ખર્ચ કંપનીઓ ભોગવશે

વોશિંગ્ટનઃ સુપ્રીમ કોર્ટના ગર્ભપાતના અધિકારને ખતમ કરવાના પ્રસ્તાવ પર દેશમાં કર્મચારીઓને વધારાની સુવિધાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રની કંપનીઓએ ડ્રાફ્ટ પર પ્રતિભાવ આપ્યો હતો. દેશની અગ્રણી કંપનીઓને ઘોષણા કરી હતી કે તેમના કર્મચારીઓએ આરોગ્યની (ગર્ભપાતની) સારવાર માટે ટ્રાવેલ કરવાનું થશે તો કંપની ખર્ચ ચૂકવી આપશે. માઇક્રોસોફ્ટ પણ એ કંપનીઓની યાદીમાં સામેલ થઈ હતી, જેમાં ગર્ભપાત કરાવવા ઇચ્છતા કર્મચારી રાજ્યની બહાર જવા માગતા હોય, તેમને કંપની એ ટ્રાવેલ ખર્ચ ચૂકવશે.

સોફ્ટવેર દિગ્ગજે એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકામાં કોઈ પણ ખૂણે રહેતા હોય. એવા કર્મચારીઓને  ગર્ભપાત સહિત તેમને અને તેમના પરિવારના આરોગ્ય માટે કંપની ટેકો પૂરો પાડશે.

પ્રો-ચોઇસ ગ્રુપના ગુટમાચર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યાનુસાર સુપ્રીમ કોર્ટ 1973નો રિસ વિ વેડનો ચુકાદો પલટી નાખશે તો દેશનાં 26 રાજ્યો ગર્ભપાત પર પ્રતિબંધ લગાવે એવી શક્યતા છે. જેથી એનો અર્થ એ થયો કે એ રાજ્યોના મોટા ભાગના વર્કર્સે ગર્ભપાત માટે અન્ય રાજ્યોનો પ્રવાસ કરવો પડશે.

ટેસ્લાએ ઘોષણા કરી હતી કે જે કર્મચારીઓ અન્ય રાજ્યોમાં જઈને આરોગ્યની સુવિધા મેળવવા માગતા હોય તેમને એ સુવિધામાં ટ્રાવેલ અને હોટેલની સુવિધા પણ સામેલ છે. કેટલાંક અમેરિકી રાજ્યોમાં આ કાયદામાં ફેરફાર થશે તો કંપનીઓએ કર્મચારીઓને ટ્રાવેલ ખર્ચ ચૂકવવાનું વચન આપ્યું હતું. ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોનએ પ્રતિ વર્ષ કર્મચારીઓને ટ્રાવેલ એલાઉન્સ રૂપે 4000 ડોલર આપવાની ઘોષણ કરી હતી. જોકે એ માટે કર્મચારીએ તેમના ઘરથી 100 માઇલની મર્યાદામાં આરોગ્યની સુવિધા શોધવાની રહેશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular