Wednesday, July 30, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી; લાખો લોકો વીજળીવિહોણા

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી; લાખો લોકો વીજળીવિહોણા

ઓસ્ટિનઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અને પડોશના મેક્સિકો દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. દાંત કચકચાવી દેનારી ઠંડી પડતાં અને ભારે બરફ પડતાં વપરાશકારો તરફથી વીજળીની માગ વધી જતાં ટેક્સાસ રાજ્યના ઈલેક્ટ્રિક ગ્રિડ ઓપરેટરને તબક્કાવાર અંધારપટ કરવાની ફરજ પડી છે. આને કારણે આશરે 40 લાખ લોકો વીજળીવિહોણા થઈ ગયા છે. ટેક્સાસમાં લઘુત્તમ તાપમાન 28થી માઈનસ 8 ડિગ્રી ફેરનહિટ (માઈનસ 2થી માઈનસ 22 સેલ્શિયસ) જેટલું અસહ્ય બની જતાં પ્રમુખ જૉ બાઈડને ઈમરજન્સી ઘોષિત કરી છે. વીજ ઉત્પાદન કરવાની કેટલીક કંપનીઓની ક્ષમતા થીજી જવાથી અંધારપટની સ્થિતિ સર્જાઈ છે.

આવી જ હાલત મેક્સિકોમાં પણ છે. ત્યાં પણ 47 લાખ લોકોના ઘરોમાં સોમવાર વહેલી સવારથી વીજળી ગાયબ થઈ ગઈ છે. ધીમે ધીમે વીજપૂરવઠો પ્રસ્થાપિત કરાઈ રહ્યો છે.

(તસવીર સૌજન્યઃ ગૂગલ, એનડીટીવી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular