Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalનાગરિકોને ગ્રીન પાસ વિના જાહેર-સ્થળોએ જવાની મંજૂરી નહીં

નાગરિકોને ગ્રીન પાસ વિના જાહેર-સ્થળોએ જવાની મંજૂરી નહીં

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીના નાગરિકો હવે જાહેર સ્થાનો પર બિના ગ્રીન પાસ જવાની મંજૂરી નહીં હશે. આ ગ્રીન પાસને Alhosn એપ પર રાખવાની જરૂરી હશે. શોપિંગ મોલ્સ, મોટાં સુપરમાર્કેટ, જિમ, હોટલ, પાર્ક, બીચ, સિનેમા, એન્ટરટેઇનમેન્ટ, સેન્ટર્સ, મ્યુઝિયમ, રેસ્ટોરાં અને કેફે જેવી જગ્યાએ જવા માટે ગ્રીન પાસ દેખાડવો જરૂરી હશે. આ આદેશ મંગળવારે 15 જૂનથી અમલમાં આવશે. અબુ ધાબીની ઇમર્જન્સી ક્રાઇસિસ એન્ડ ડિઝેસ્ટર્સ કમિટીએ સ્પષ્ટ કર્યું હતું કે એ નિયમ 16 વર્ષ અને એનાથી ઉપરના ઉંમરના લોકો પર લાગુ થશે.

મિનિસ્ટ્રી ઓફ ઇન્ટિરિયર, સંયુક્ત આરબ અમીરાતે ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે અબુ ધાબી ઇમર્જન્સી, ક્રાઇસિસ એન્ડ ડિઝેસ્ટર્સ કમિટીએ Alhosn એપ પર ગ્રીન પાસને ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. એ અમીરાતની કોવિડ-19થી લડવા માટે ચાર સૂત્રીએ વ્યૂહરચના આધારિત છે. એમાં રસીકરણ, એક્ટિવ કોન્ટ્રેક્ટ, ટ્રેસિંગ, સુરક્ષિત એન્ટ્રી અને સાવધાનીના ઉપાયો અપનાવવા માટે ફોકસ છે.

આ ગ્રીન પાસને નાગરિકોના કોવિડ રસીકરણ સ્ટેટસ અને PCR ટેસ્ટની કાયદેસરતા મુજબ એક્ટિવેટ કરવામાં આવશે.

1  એ નાગરિકો, જેને કોવિડ-19ની રસીના બીજા ડોઝ કમસે કમ 28 દિવસો લાગી ગઈ હોય અથવા તે રસી ટ્રાયલ્સમાં વોલિન્ટિયર્સ રહ્યા હોય. નેગેટિવ પીસીઆર ટેસ્ટનાં પરિણામો થવા પર Alhosn એપ પર સ્ટેટસ 30 દિવસ સુધી ગ્રીન બની રહે.

2 આવા નાગરિકો- જેમને બીજો ડોઝને 28 દિવસ ઓછા હોય તોઃ એક નેગેટિવ PCR ટેસ્ટ ટેસ્ટનું પરિણામ Alhosn એપ પર 14 દિવસ સુધી સ્ટેટસને ગ્રીન રાખે છે.

 3 બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટની રાહ જોઈ રહેલા લોકોના PCR ટેસ્ટનું પરિણામ Alhosn એપ પર  સ્ટેટસને સાત દિવસ સુધી ગ્રીન રાખશે.

 4 બીજા ડોઝ માટે જેણે મોડેથી લીધો હોય, એવા લોકો જે પહેલો ડોઝ લઈ ચૂક્યા છે અને જેમના બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટને 48 દિવસ અથવા એનાથી વધુ થયા હોય- તેમના નેગેટિવ PCR ટેસ્ટ Alhosn સ્ટેટસને ત્રણ દિવસ સુધી ગ્રીન રહેશે.

જે નાગરિકોને રસી લેવાની છૂટ

5 મંજૂર પ્રક્રિયા મુજબ જેમની પાસે રસીથી છૂટનું સર્ટિફિક્ટ છે, તેમના નેગેટિવ PCR ટેસ્ટનું પરિણામ Alhosn  એપ સ્ટેટસને સાત દિવસ સુધી ગ્રીન રાખશે.

જેમને રસી નહીં લાગી હોય

6 આવા નાગરિક જેમને રસી લગાવવાની છૂટ નથી, તેમના PCR ટેસ્ટના પરિણામના ત્રણ દિવસ સુધી Alhosn સ્ટેટસને ગ્રીન રાખશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular