Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalLAC પર મોટા યુદ્ધની તૈયારી કરતું ચીનઃ અહેવાલ

LAC પર મોટા યુદ્ધની તૈયારી કરતું ચીનઃ અહેવાલ

નવી દિલ્હીઃ અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોન દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે LAC પર જારી અવરોધ વચ્ચે ચીને આંતરરાષ્ટ્રીય સીમાની પાસેના વિસ્તારોમાં ફાઇબર ઓપ્ટિક નેટવર્કના તાર બિછાવી દીધી છે, જેથી આ વિસ્તારોમાં સંદેશવ્યહારની સુવિધાને વધારી શકાય. આંતરરાષ્ટ્રીય સીમા પર ગતિવિધિઓને વધારીને ચીન LAC પર કોઈ મોટા યુદ્ધની તૈયારીમાં છે. પેન્ટાગોનના રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે ચીન ઝડપથી પરમાણુ શક્તિમાં વધારો પણ કરી રહ્યું છે. 2030 સુધી ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા 1000 થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2020માં ચીન અને ભારતની વચ્ચે ઊભા થયેલા ટેન્શનને કારણે ચીની સેનાએ પશ્ચિમી હિમાલયના અંતરિયાળ વિસ્તારોમાં ફાઇબર ઓપ્ટિક નેટવર્ક સ્થાપિત કર્યા છે, જેથી આ વિસ્તારોમાં ઝડપથી સંદેશવ્યવહાર સ્થાપિત થઈ શકે અને વિદેશી ઇન્ટરસેપ્શનથી સુરક્ષા કરી શકાય. ઓપ્ટિક ફાઇબરથી સેટઅપે તેમને સીમા પર જાસૂસી ગતિવિધિઓ, નિગરાની અને સેનાની કામગીરીને ઝડપી કરવામાં મદદ કરી હતી, એમ અહેવાલ કહે છે.

વિશ્વમાં કોરોના વાઇરસ રોગચાળા છતાં ચીને ભારતની સાથે સરહદે ટેન્શન જારી રાખ્યું હતું અને સીમા પર કામગીરીમાં વધારો કર્યો હતો. સીમા પર તનાવને ઓછું કરવા માટે બંને દેશોની વચ્ચે રાજનેતાઓ અને સૈન્ય સંવાદો છતાં ચીન અટકચાળા કરવાથી બાજ નથી આવતું. ચીને LAC પર દબાણ વધારવા માટે સેનાની કામગીરીમાં કોઈ ઘટાડો નથી કર્યો. ચીનની પાસે 200થી ઓછાં પરમાણુ હથિયાર હતાં.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular