Thursday, August 21, 2025
Google search engine
HomeNewsInternationalપડોશી દેશો માટે મોટું જોખમી બનતો ચીનઃ અમેરિકા

પડોશી દેશો માટે મોટું જોખમી બનતો ચીનઃ અમેરિકા

વોશિંગ્ટનઃ દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતની યાત્રાથી અમેરિકાપરત ફરનારા સંસદસભ્ય જોન કોર્નિને અમેરિકી સંસદની સામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંસદમાં રિપોર્ટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ચીન ભારત સાથે સીમાયુદ્ધમાં વ્યસ્ત છે અને ચીન આક્રમક નીતિઓને લીધે પડોસીઓ માટે જોખમી બની રહ્યું છે. એ દેશોને ચીનથી સૌથી વધુ જોખમ છે, જેની સરહદો ચીનથી જોડાયેલી છે.

તેમણે ગયા સપ્તાહે બહારનાં જોખમો અને પડકારોને સમજવા માટે દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતની મુલાકાત લીધી હતી. તેમણે અમેરિકી પ્રતિનિધિમંડળની આગેવાની લીધી હતી. કોર્નિન ઇન્ડિયા કોક્સના અધ્યક્ષ પણ છે.  તેમણે રિપોર્ટમાં કહ્યું હતું કે ચીન આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્ર માટે જોખમ બનતું જઈ રહ્યું છે અને અલ્પસંખ્યકો ખાસ કરીને ઉઇગર મુસલમાનોની સામે માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન કરી રહ્યું છે. તાઇવાન તો ચીનને સીધા હુમલાની ચેતવણી આપી ચૂક્યું છે.

અમેરિકી સંસદેની સામે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને એ દરમ્યાન ચર્ચાનો વિષય પણ મૂક્યો હતો. વડા પ્રધાન મોદી સાથે ચીન દ્વારા ઊભા થયેલાં જોખમો અને દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી કામગીરી પર પણ ચર્ચા-વિચારણા થઈ હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular